________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૧૧૧
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ] એકાગ્રતામાં અને તેના ને તેના ધ્યાનમાં રહેતી. આ પ્રાપ્ત થયા વગર અંદરમાંથી સુખ અને શાંતિ થવાની નથી, એમ રહ્યા કરતું હતું. ૧૫૬. પ્રશ્ન- પૂર્વભવનું કારણ હશે ? સમાઘાન- પૂર્વભવનું કારણ અને વર્તમાન પોતાની યોગ્યતા. પૂર્વે સાંભળ્યું હોય તે પણ કારણ હોય અને વર્તમાન પોતાનો પુરુષાર્થ પણ કારણ હોય. ગુરુદેવ પાસેથી માર્ગ સાંભળ્યો અને વર્તમાન પોતાનો પુરુષાર્થ થયો એની સાથે પૂર્વની યોગ્યતા-સંસ્કાર પણ કારણ હોય.
જ્યારે જીવ તૈયારી કરે છે ત્યારે તે નવું જ હોય છે. ગયા કાળે તૈયારી થઈ હોય તો તે સમયે નવું હતું. માટે પૂર્વના સંસ્કારને મુખ્ય ન કરવા. ૧૫૭. પ્રશ્ન- આ જ કરવા જેવું છે તેમ આપને લાગ્યું એમ અમને પણ લાગે, તે માટે આપની પૂર્વભૂમિકાની થોડી વાત કરવા કૃપા કરશો. સમાધાનઃ- આ જ કરવા જેવું છે તેવી ભાવના પાછળ પ્રયત્ન ઊપડે નહિ ત્યાં સુધી શાંતિ થતી નથી. એવો વિચાર આવે કે આ જ કરવા જેવું છે એમ નક્કી કર્યું છતાં પુરુષાર્થ કેમ થતો નથી? શું મારા નિર્ણયમાં ખામી છે? છે શું? એમ વિચારો આવે. આ જ કરવા જેવું છે એમ ભાવના હતી ને! એટલે એવા જ વિચારો આવ્યા કરતા હતા. હજી કેમ પુરુષાર્થ ઊપડતો નથી? શું હુજી કયાંક રુચિ છે? હજી કેમ અરેરાટી થતી નથી ? એવા વિચારો પુરુષાર્થની તીવ્રતા માટે આવ્યા જ કરતા હતા.
- ગુરુદેવ કહેતા હતા કે સ્વાનુભૂતિમાં પેલી પાર આત્મા બિરાજે છે, નિર્વિકલ્પ દશા બધાથી જુદી છે. જોકે વચ્ચે માર્ગ શું આવે છે તેની ઝાઝી તો કાંઈ સ્પષ્ટતા હતી નહિ, છતાં પણ ગુરુદેવ નિર્વિકલ્પ દશાને સ્વાનુભૂતિ કહે છે અને તે મુક્તિનો માર્ગ છે; તથા આત્મા જુદો છે તેમ કહે છે. એવી જાતનું પકડાયું હતું.
બધું (કરાંચી) છોડ્યું, હવે શું કરવાનું છે? જ્યાં સુધી અંતરમાંથી શાંતિ ન મળે ત્યાં સુધી ચેન પડવાનું નથી. અંતરમાં જે વિકલ્પની માળા છે તે પણ આકુળતા છે, તેનાથી છૂટવું તે જ ખરો માર્ગ છે. આ જે વિભાવની એક પછી એક ઘટમાળ ચાલે છે તેનાથી આત્મા જુદો છે, તે અંતરમાંથી પ્રાપ્ત થાય છે. આ બધાથી (અન્ય મતથી ) જુદો સત્ય માર્ગ છે. એમ વિચારો આવતા અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com