________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૧૩ વિચાર કરીને, નક્કી કરીને અને પલટો કરીને આ સ્વાનુભૂતિનો માર્ગ બતાવ્યો છે. ચારે બાજુથી માર્ગ બતાવ્યો છે, બધું નક્કી કરીને આ માર્ગ પ્રકાશ્યો છે. ગુરુદેવે કહ્યો છે તે માર્ગ ગ્રહણ કરી લે. પોતાને બધું ન સમજાય તો પ્રયોજનભૂત નક્કી કરીને પોતે આગળ જઈ શકે છે. ગુરુદેવ કહેતા હતા કે કોઈની દુકાને રૂપિયા મૂકવા જાય ત્યારે તે પ્રયોજનભૂત વાત જાણી પોતે નક્કી કરે છે કે આ દુકાન સારી ચાલે છે. પણ તે એમ કહે છે આખી દુકાનનું બધું જાણી લઉં, પછી હું નક્કી કરીશ તો એવી રીતે ન જણાય. તેમ પ્રયોજનભૂત જાણી આગળ જાય તો પોતે જઈ શકે છે. ૩૮૦.
પ્રશ્ન:- સ્વજનના અવસાન પ્રસંગે મુમુક્ષુ પોતાનું દુઃખ વ્યક્ત કરે છે :સ્વજન યાદ આવે છે, આકુળતા થાય છે, શાંતિ લાગતી નથી. શું કરવું?
સમાધાનઃ- સંસારમાં તો આવું થયા જ કરે છે. સંસાર તો આવો છે. દુઃખથી ભરેલો છે. તેના ઉપર લક્ષ કરવાથી આકુળતા-દુઃખ થાય છે.
મુમુક્ષુઃ- બહુ આકુળતા થાય છે, યાદ બહુ આવે છે.
બહેનશ્રી:- યાદ આવે તો વિચારો ફેરવી નાખવા. યાદ આવે ત્યારે સારા સારા પ્રસંગો યાદ કરવા. ગુરુદેવના પ્રસંગો યાદ કરવા. ગુરુદેવ મળ્યા તેનાથી બીજું શું વિશેષ છે? તે યાદ કરવું, ગુરુદેવ મળ્યા ને આવો ઉપદેશ મળ્યો, તે ઉપદેશ યાદ કરવો તેમાં મનુષ્યજીવનની સફળતા છે. બાકી આવું તો સંસારમાં ચાલ્યા જ કરે છે. આવા અનંત જન્મ-મરણ કર્યા છે. આ જીવે દેવના, ઢોરના, નારકીના ને મનુષ્યના અનંતા ભવ કર્યા છે. તિર્યંચમાં પણ અનંતવા૨ જઈ આવ્યો ને ત્યાં ભૂખના-પ્યાસના–રોગના એમ અનેક જાતનાં દુ:ખો સહન કર્યાં છે, નરકમાં કેટલાં દુઃખ સહન કર્યાં છે! એવાં દુ:ખો સહન કરી કરીને આ મનુષ્યભવ માંડ માંડ મળ્યો છે. તેમાં આવો પ્રસંગ બન્યો તો પોતે મનને ફેરવી નાંખવું કે મારે તો મારા આત્માનું કરી લેવું છે. ગુરુદેવ મળ્યા છે તો વાંચન, વિચાર, દેવ-શાસ્ત્રગુરુની મહિમા તે કરવા જેવાં છે. જે પ્રસંગ બન્યો તેમાં શાંતિ રાખવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, માટે શાંતિ જ રાખવી. આકુળતા કરવાથી તો કર્મબંધ થાય, માટે શાંતિ રાખવી તે સુખદાયક છે. મનને ફેરવી નાખવું.
ગુરુદેવનાં પ્રવચનોની ટેપ મૂકવી, શાસ્ત્ર વાંચવા, જેમાં પોતાને રસ પડે ને સમજાય તેવું વાંચન કરવું તથા ચિત્તને તેમાં જોડી દેવું તે જ કરવા જેવું છે; Please inform us of any errors on Rajesh@Atma Dharma.com