________________
[ ૨૪૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા] એમ આત્માર્થી હોય તે નક્કી કરી શકે છે. તેમ આ જ્ઞાયક છે તે જ હું છું, જે આ દુઃખરૂપ વેદન થઈ રહ્યું છે, જે આકુળતારૂપ વેદન છે તે મારું સ્વરૂપ નથી. પોતાનું સ્વરૂપ પોતાને દુઃખરૂપ હોય જ નહિ એમ નિર્ણય કરી શકે છે. ૪૫૭. પ્રશ્ન- જિજ્ઞાસુની પાસે પ્રગટ તો વિભાવ જ છે? સમાઘાન- હા, વિભાવ પ્રગટ છે, જ્ઞાયક પ્રગટ નથી. છતાં કોઈ અપેક્ષાએ
સ્વભાવ પ્રગટ છે, પણ તે ઓળખાતો નથી. જોકે જિજ્ઞાસુ સમજે છે કે આ વિભાવ મારું સ્વરૂપ નથી. આત્માને શાંત સ્વરૂપ કોઈ જુદું છે. આત્માર્થી હોય તેને એમ જિજ્ઞાસા થાય, એમ વિચાર આવે કે આવું દુઃખમય સ્વરૂપ આત્માનું હોય નહિ, આત્માનું સ્વરૂપ કોઈ જુદું છે એમ વિચાર કરીને નક્કી કરે. ગુરુ આગળથી પ્રથમ સાંભળે કે આત્માનું સ્વરૂપ શું છે? તો તેને વિચાર કરી નક્કી કરવાનો અવકાશ છે. ૪૫૮. પ્રશ્ન- એવી રીતે આત્માર્થીપણું ત્યારે જ સાચું પ્રગટ કહેવાય કે ક્યારે આત્મા, આત્મારૂપે એના જ્ઞાનમાં આવે ? સમાધાન:- આત્માર્થી હોય તેને સાચું સ્વરૂપ જ્ઞાનમાં ગ્રહણ થયા વગર રહેતું જ નથી. તે પ્રથમ વિચારથી, યુક્તિથી, ગુરુની વાણીથી નક્કી કરે, પછી અંદર સ્વભાવને ઓળખીને નક્કી કરે છે. ૪૫૯. પ્રશ્ન- અજ્ઞાનદશામાં જ્ઞાનના વેદનને જો પકડવાનો પ્રયત્ન કરે તો, કાંઈક આકુળતા વગરનો ભાવ છે તેનો ખ્યાલ આવે છે. તેને આટલો ખ્યાલ આવે તેના ઉપરથી મંદમાં મંદ રાગ પણ શું આકુળતારૂપ લાગે ? સમાધાન:- આ બધા વિભાવ આકુળતારૂપ છે. આકુળતા વગરનું જે તત્ત્વ છે તેને શોધવા માટે પ્રયત્ન કરતાં મંદ કષાય થાય છે તે પણ આકુળતારૂપ છે એમ એ નક્કી કરી શકે. પોતે જ છે, કોઈ બીજો નથી. પોતે જ્ઞાનસ્વરૂપ હોવાથી આકુળતા અને જ્ઞાન પોતાના જ વેદનમાં આવે છે, માટે નક્કી કરી શકે છે. ગુરુદેવના પ્રતાપે આ બધું સમજવાનું સહેલું થઈ ગયું છે. ૪૬O. પ્રશ્ન- વિકલ્પોથી દૂર થવું જોઈએ તે થવાતું નથી. ખ્યાલ છે કે રસ્તો એક જ છે, ધ્યાન સિવાય છુટકારો નથી. પણ ધ્યાન કરવું કેવી રીતે ? સમાધાનઃ- પ્રથમ ભેદજ્ઞાન થવું જોઈએ. ભેદજ્ઞાન થયા પછી યથાર્થ ધ્યાન
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com