________________
[૨૦૧
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પ્રશ્ન- જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ વિચાર કરતાં રસ જામતો નથી અને એકાગ્રતા થતી નથી. તો શું કરવું? સમાધાનઃ- એક ને એક વિકલ્પથી રસ ન જામે એટલે બધું વિકલ્પાત્મક થઈ જાય છે. અંદર એવી જાતની લગની હોવી જોઈએ કે હું ચૈતન્ય છું, હૃદયમાં તેને એવી વિરક્તિ થઈ જાય કે આ વિભાવ ભાવ તે હું નથી, તો વિભાવનો રસ તૂટી જાય અને ચૈતન્યનો રસ લાગી જાય. વારંવાર વિકલ્પ કરે તે ગોખવા જેવું થઈ જાય, પણ અંદર રસપૂર્વક હું ચૈતન્ય છું એવી પોતાની મહિમા અને રસ લાગવો જોઈએ. રસ એવો લાગવો જોઈએ કે પછી ત્યાંથી છૂટવું મુશ્કેલ પડે. ૩૬ર. પ્રશ્ન:- આપે તો નાની ઉંમરમાં સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી લીધું અને અમને ગુરુનો આટલો ઉપદેશ સાંભળવા છતાં હુજી અંદરમાં કોઈ કાર્ય થતું નથી. તો શું સચિમાં ખામી છે? સમાધાન:- પુરુષાર્થ કરવો તે પોતાના હાથમાં છે. ચૈતન્યનું રટણ વારંવાર કર્યા કરવું, થાકવું નહિ અને તેમાં ને તેમાં ઊભો રહે તો અંદરમાં પ્રવેશ થવાનો અવકાશ છે. સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી થાકવું નહિ. વારંવાર તેની ભાવનારૂચિ, શ્રુતનું ચિંતવન, તત્ત્વના વિચાર, વિભાવથી વિરક્તિ, ચૈતન્યની મહિમા ને દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા આવ્યા કરે. કાર્ય ન થાય ત્યાં સુધી ચૈતન્યને ધ્યેયમાં રાખીને તેમાં ને તેમાં રહે અને તેનું ઘૂંટણ કર્યા કરે, પણ થાકે નહિ. લાંબો ટાઈમ થઈ ગયો અને અંદરમાં કાંઈ થતું નથી માટે તેનો રસ ઊડી જાય તેમ ન કરવું. વારંવાર તેની જ ભાવના કર્યા કરવી, તેની સમીપ જ રહ્યા કરવું. ૩૬૩. પ્રશ્ન- પોતાના શુદ્ધ સ્વરૂપનું વિકલ્પાત્મક યથાર્થ જ્ઞાન થાય તેનાથી ચૈતન્યનો મહિમા વિશેષ આવે ? સમાધાન:- વિકલ્પાત્મક જ્ઞાન વધારે થાય એટલે શુદ્ધ સ્વરૂપની મહિમા વધારે આવે એમ નથી. તેને દ્રવ્ય-ગુણ-પર્યાયનું જ્ઞાન વધારે થાય એટલે વધારે મહિમા આવે તેમ નહિ. મહિમા તે સ્વયં જુદી પરિણતિ છે ને જ્ઞાન તે જુદું છે. મહિનામાં જ્ઞાન બાહ્ય સાધન બને છે, પણ તેથી ઝાઝું જ્ઞાન હોય તો જ મહિમા આવે તેમ હોતું નથી. કેટલાકને જ્ઞાન થોડું હોય અને અંદર મહિમા તથા પરિણતિમાં ચૈતન્ય તરફનું વલણ એકદમ વધારે થઈ જાય. મહિમાથી પલટો થઈ જાય છે. ભલે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com