________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[૭]
જ્ઞાનીના આશયને યથાવત્ જાળવી રાખીને તે કાર્ય કરવાનું હોય છે. છતાં, પૂજ્ય બહેનશ્રીનાં સાન્નિધ્યમાં વર્ષોથી રહેતાં કેટલાક બ્રહ્મચારી બહેનોના સહકારથી તેમ જ પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીના સત્સંગમાં વર્ષોથી રહેતાં કેટલાક અભ્યાસી મુમુક્ષુ ભાઈઓના અથાગ પ્રયત્નથી આ કાર્ય સફળતાપૂર્વક થયું છે.
આ ગ્રંથના પ્રકાશક શ્રી જગજીવન બાવચંદ દોશીના સુપુત્રી બ્ર. ઉષાબેન પૂજ્ય બહેનશ્રીની સેવામાં અહર્નિશ રહેતા હતા ને તત્ત્વચર્ચા દરમ્યાન કાળજીપૂર્વક ઓડિયોવિડિયો કેસેટમાં તેને સંગ્રહિત કરી લેતાં હતાં અને તેના ઉપરથી આ સંકલન શક્ય બન્યું છે. પૂજ્ય બહેનશ્રીના અંતેવાસી કેટલાક બ્રહ્મચારી બહેનોએ ટેપમાંથી તત્ત્વચર્ચાને અક્ષરશ:લિપિબદ્ધ કરી આપેલ અને પુરી કાળજીથી તપાસી આપેલ. ત્યારબાદ અભ્યાસી મુમુક્ષુભાઈઓએ પૂજ્ય બહેનશ્રીનો આશય જળવાઈ રહે તે રીતે સમગ્ર લખાણ વ્યવસ્થિત રીતે તૈયાર કરી આપેલ. આ રીતે આવા મહાન કાર્યમાં સંપૂર્ણ સહકાર આપવા બદલ તે સર્વેનો આભારી છું.
આ કાર્યમાં સાથ આપનાર સર્વે મુમુક્ષુ ભાઈ–બહેનો પૂજ્ય ગુરુદેવશ્રીના તેમ જ પૂજ્ય બહેનશ્રીના ઘણા લાંબા સમયથી પરિચયમાં આવેલા છે. પૂજ્ય બહેનશ્રીની તત્ત્વચર્ચાનો પણ તે સર્વેએ પ્રત્યક્ષ લાભ લીધેલ છે, જેથી આ સંકલન કરવામાં પૂજ્ય બહેનશ્રીના ભાવો જળવાઈ રહ્યાં છે. તેઓ સૌએ આ કાર્ય માત્ર દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેની ભક્તિથી પ્રેરાઈને કર્યું છે.
પૂજ્ય ગુરુદેવશ્રીએ “ બહેનશ્રીનાં વચનામૃત” પુસ્તકનો કેટ-કેટલો મહિમા કર્યો તો તે આપણે સર્વે મુમુક્ષુઓ સારી રીતે જાણીએ છીએ. આ “ સ્વાનુભૂતિદર્શન પુસ્તક પણ તેઓશ્રીની જ ટેપ-વાણીમાં અક્ષરશઃ ઉતારીને પૂજ્ય બહેનશ્રીના ભાવો જાળવી રાખીને થયેલું સંકલન છે. આ પુસ્તક આત્માર્થી જીવોને ઉઠતાં સેંકડો પ્રશ્નોના સમાધાનરૂપ છે. તેથી આત્મહિતની દૃષ્ટિએ આ પુસ્તકનું પોતાને કેટલું મહત્ત્વ હોવું જોઈએ તે પૂજ્ય ગુરુદેવશ્રીથી પ્રાસ માર્ગદર્શન અનુસા૨ વાંચકે સમજવાનું રહે છે.
આ ગ્રંથનું સંકલન કરવાનું અતિ પવિત્ર કાર્ય કરવાનો લાભ મને મળ્યો તે મારું અહોભાગ્ય સમજું છું. આ કાર્યમાં મારી અલ્પમતિના કારણે વા પ્રમાદવશ જે કોઈ ત્રુટી રહી હોય તેની નમ્રભાવે ક્ષમા યાચું છું
અંતમાં, પૂજ્ય ગુરુદેવશ્રી તથા પૂજ્ય બહેનશ્રીના ચરણકમળમાં વિનમ્રભાવે નમન કરીને સર્વ જીવો સ્વાનુભૂતિ પ્રાપ્ત કરી મોક્ષમાર્ગ સાધી સિદ્ધપદને પામો એ જ ભાવના.....
- સંકલનકા૨
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com