________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૪]
[ સ્વાનુભૂતિદર્શન અભ્યાસ કરે કે આ કાંઈ જોઈતું નથી. ગુરુદેવે કહ્યું છે કે તું ચૈતન્ય છો અને ચૈતન્યને ઓળખ, તેમાં લીન થા. તે કરવા જેવું છે. જો તેની જરૂરિયાત જણાય તો વારંવાર અભ્યાસ કર્યા જ કરે. યથાર્થ અભ્યાસ કરે તો તેનું ફળ આવ્યા વગર રહેતું જ નથી. ૩૨૯. પ્રશ્ન:- દેડકા જેવાને ક્ષણમાં સમ્યત્વ થઈ જાય છે. આ તો ચમત્કૃતિ ગણાય? સમાઘાન - તેની પરિણતિ એવી જોરદાર ઊપડે છે કે અંતર્મુહૂર્તમાં પલટો ખાય છે. ભલે દેડકો તિર્યંચ હોય પણ અંતર્મુહૂર્તમાં એવી ઉગ્ર પરિણતિ થાય છે કે અંતર્મુહૂર્તમાં પલટો ખાય છે. કેટલાકને અભ્યાસ કરતાં-કરતાં પલટો ખાય છે. ચૈતન્યચક્રની દિશા પર તરફ હતી, તે દિશા આખી અંતર્મુહૂર્તમાં પલટાઈ જાય છે. અંતરમાં ચૈતન્યની કોઈ અદભુત શક્તિ છે. અચિંત્ય ચૈતન્યદેવ જ એવો છે કે પલટે તો પોતાથી અંતર્મુહૂર્તમાં પલટે છે અને ન પલટે તો અનંતકાળ ચાલ્યો જાય તેવું છે. ૩૩). પ્રશ્ન:- વચનામૃતમાં આવે છે કે સમ્યગ્દષ્ટિને રાગ રહે છે, પણ રાગનો રસ નીતરી જાય છે. તો તેનો આશય સમજાવશો. સમાધાનઃ- સમ્યગ્દષ્ટિને અસ્થિરતાનો રાગ ઊભો છે, પણ રાગ ઉપર પ્રીતિ નથી. આ રાગ આદરણીય નથી, તે મારું સ્વરૂપ નથી. હું તો વીતરાગસ્વરૂપ છું, એવું જ્ઞાનીને ભાન હોવાથી રાગનો રસ નીતરી ગયો છે. એટલે કે તેને એકત્વબુદ્ધિ
સ્વામિત્વબુદ્ધિ તૂટી ગઈ છે, રાગથી અત્યંત જુદી પરિણતિ રહે છે. જ્ઞાનીને રાગ ઊભો છે તો પણ રાગનો રાગ નથી. રાગ રાખવા યોગ્ય નથી, રાગ મારું સ્વરૂપ નથી, એવી જ્ઞાયક દશા તેને ક્ષણે ક્ષણે વર્તે જ છે. તેને રાગનો રસ ઊતરી ગયો છે પણ અસ્થિરતાને લઈને તેમાં જોડાય છે, પરંતુ લૂખા ભાવે જોડાય છે. ભેદજ્ઞાનની પરિણતિ પ્રગટ થઈ હોવાથી ન્યારા ભાવે જોડાય છે. ૩૩૧. પ્રશ્ન- આત્મામાં સુખ ભર્યું પડયું છે તો તેનો નિર્ણય કરવાની રીત શું? સમાધાનઃ- આત્મામાં જ સુખ છે એમ આચાર્યદવે ને ગુરુદેવે જીવનો સ્વભાવ બતાવીને અનેક યુક્તિ અને દલીલથી કહ્યું છે તે ઉપરાંત અમે સ્વાનુભૂતિ કરીને કહીએ છીએ કે આત્મામાં જ સુખ છે. ગુરુદેવે તો ઉપદેશમાં ઘણી ચોખવટ કરીને બધું સૂક્ષ્મ રીતે-અપૂર્વ રીતે સમજાવી દીધું છે. કોઈ જતો હોય તેને માર્ગ કોઈ બતાવે, પણ ચાલવાનું તો પોતાને જ છે, નિર્ણય પોતાને જ કરવાનો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com