________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીનીતત્ત્વચર્ચા]
[ ૧૫૯ દ્રવ્યની કોટિ ઊંચી છે, કેમકે દ્રવ્ય અનંત શક્તિઓથી ભરેલું છે, દ્રવ્યની દષ્ટિ કરવાથી મુક્તિનો માર્ગ શરૂ થાય છે, દ્રવ્યદષ્ટિ વગર મુક્તિનો માર્ગ શરૂ થતો નથી, તે અપેક્ષાએ દ્રવ્યની કોટિ ઊંચી છે.
પર્યાય પ્રગટ વેદનમાં આવે અને પર્યાય પ્રગટ થાય ત્યારે જેવું દ્રવ્ય હોય તેવું પોતાને વેદનમાં આવે છે. માટે કોઈ વાર પર્યાયની મુખ્યતાથી કહેવાય, પણ વસ્તુસ્થિતિએ દ્રવ્યની કોટિ ઊંચી છે. ર૬૯. પ્રશ્ન- આ૫ વારંવાર કહો છો કે દેવ-શાસ્ત્ર–ગુરુને ર્દયમાં સ્થાપીને મુક્તિના પ્રયાણ કરજે, અને કુંદકુંદાચાર્યદવ પર્યાયને ગૌણ કરવાનું કહે છે. તે આ બંને વાતની સંધિ કેવી રીતે કરવી ? મને મૂંઝવણ થાય છે. સમાધાન - દેવ-શાસ્ત્ર-ગુરુને હૃદયમાં રાખવા તેનો અર્થ એમ છે કે જે પોતે આગળ વધવા માંગે છે તેણે દેવ-શાસ્ત્ર-ગુરુ શું કહી રહ્યાં છે, તેમણે શું માર્ગ બતાવ્યો છે, તે હૃદયમાં રાખીને તેનો આશય ગ્રહણ કરીને-મુક્તિનાં પ્રયાણ ચાલુ રાખવાં પણ તેથી શુભભાવમાં અટકી જવું એવો તેનો અર્થ નથી. પોતે દ્રવ્યદષ્ટિપૂર્વક સ્વરૂપમાં લીન થતો હોય ત્યારે શુભ વિકલ્પમાં અટકી જવું એવો તેનો અર્થ નથી. દેવ-શાસ્ત્ર-ગુરુ જ બતાવી રહ્યાં છે કે શુભ વિકલ્પ છે તે વિભાવ છે અને તું બધાથી નિરાળું નિર્વિકલ્પ તત્ત્વ છે. તું અમારા ઉપરથી પણ દષ્ટિ ઉઠાવી દે, રાગનો ભાવ છોડી દે ને વીતરાગ થઈ જા. તેમ દેવ-શાસ્ત્ર-ગુરુ પોતે બતાવી રહ્યા છે. માટે પ્રયોજન તો વીતરાગતા કરવાનું છે. પણ સાધક છે એટલે પહેલાંથી વીતરાગતા પૂર્ણ થઈ જતી નથી ને તેનો ઉપયોગ બહાર આવે છે. ભેદજ્ઞાનની ધારા ચાલતી હોય ત્યારે પણ શુભના અનેક જાતના વિકલ્પો હોય છે. માટે શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુને તારે સાથે રાખવા. તું તારી મેળાએ-તારી મતિ-કલ્પનાથી માર્ગને શોધીશ નહિ. દેવ-શાસ્ત્ર-ગુરુ શું કહી રહ્યાં છે તેનો આશય સમજીને તું તે માર્ગે ચાલજે, મુક્તિનાં પ્રયાણ ચાલુ રાખજે. દેવ-શાસ્ત્રગુરુ શું કહે છે તે આશય સમજીને પછી સ્વભાવ સાથે મેળવી, તારા પોતાથી નિર્ણય કરી-નક્કી કરી મુક્તિનાં પ્રયાણ ચાલુ રાખજે. તારી મતિ-કલ્પનાથી તું માર્ગમાં ચાલતો નહિ એવો અર્થ છે.
પર્યાય ઉપરથી દષ્ટિ છૂટી, હું શુદ્ધ છું, હું અશુદ્ધ છું એવા નયપક્ષના વિકલ્પો તથા ગુણભેદના વિકલ્પ પણ છૂટી જાય છે ત્યારે દ્રવ્યદષ્ટિ થાય છે, તે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com