________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૨૭૮ ]
બન્યા હોય તે બધા યાદ કરજે. બધાએ શાંતિ રાખી છે એવી શાંતિ જ રાખવા જેવી છે. ગુરુદેવનું બધાએ સાંભળ્યું છે.
ગુરુદેવ વ્યાખ્યાનમાં ઘણીવા૨ કહેતા હતા કે
“બંધ સમય જીવ ચેતિયે, ઉદય સમય શા ઉચાટ ”
તને બંધ થાય ત્યારે ચેતી લેજે, ઉદય આવે ઉચાટ કરવા નકામા છે. તેં પૂર્વે એવા બંધ બાંધ્યા હતા તેનો આ ઉદય છે. માટે બંધ થાય તે વખતે તું ચેતી લેજે. પરિણામમાં તને આર્તધ્યાન બહુ થાય ત્યારે તું ચેતી લેજે, ઉદય સમયે શા ઉચાટ ? ઉદય આવી ગયા પછી ઉચાટ કરવા, ખેદ કરવો, આકુળતા કરવી તે બધું નકામું છે. આ વિભાવભાવો એવા દુઃખદાયક છે, જેથી આવો બંધ પડે છે. માટે બંધ સમયે ચેતી લેજે. પછી ઉદય આવે ત્યારે ઉચાટ કરવા નકામા છે. પૂર્વે બાંધ્યા હતા તે ઉદયમાં આવતાં તેને ફેરવી નહિ શકાય, માટે પરિણામ કરતી વખતે તું ચેતી લેજે. આવાં આકરાં ફળ ન આવે તેને માટે અંદરમાં એવા આકરા આર્ત્તધ્યાન તું કરીશ નહિ એમ ગુરુદેવ ઘણીવાર વ્યાખ્યાનમાં કહેતા હતા.
ભવિષ્યનું ચિત્રામણ કેમ કરવું તે તારા હાથની વાત છે. પરિણામ કરવા તારા હાથની વાત છે, પણ ઉદય આવે તેને ફેરવી શકાતો નથી.
“આતમરામ અવિનાશી આવ્યો એકલો,
66
જ્ઞાન અને દર્શન છે તેનું રૂપ જો;
બહિર્ભાવો સ્પર્શ કરે નહિ આત્મને,
ખરેખરો તે શાયકવીર ગણાય જો... ”
આતમરામ તો એકલો જ આવ્યો છે અને એકલો જ જવાનો છે. જ્ઞાનદર્શન તારું રૂપ છે. ખરે ટાઇમે આવા ભાવે ઊભો રહે તે જ્ઞાયકવીર ગણાય છે. બહારના ભાવો ખરે ટાણે આત્માને સ્પર્શ કરે નહિ–તેની તને અસર થાય નહિ, તો તું ખરેખરો શાયકવીર છે.
બહારમાં પંચપરમેષ્ઠી અને ધર્મ મંગલ, ઉત્તમ ને શરણ છે અને અંદર આત્મા મંગલ, ઉત્તમ ને શરણ છે.
ગજસુકુમાર, સુકૌશલ મુનિરાજ વગેરેને ઉપસર્ગ આવે છે તો આત્મામાં ઊતરી જાય છે, અને કેવળજ્ઞાન પામે છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com