________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૭૯ આ મનુષ્યભવમાં ગુરુદેવ મળ્યા અને ભવનો અભાવ કેમ થાય તે માર્ગ બતાવ્યો. આત્મા બધા વિભાવોથી જુદો શુદ્ધાત્મા છે એવું ભેદજ્ઞાન કરી, દ્રવ્યદષ્ટિ કરવાનો માર્ગ ગુરુદેવે બતાવ્યો. તે માર્ગની રુચિ થાય, વાંચન-વિચાર કરી તેની લગની લાગે એ જીવનમાં કરવા જેવું છે.
સંસારમાં આવા પુણ્ય-પાપના ઉદયો તો ચાલ્યા કરે છે. અને જેણે આયુષ્ય ધારણ કર્યું તેનું આયુષ્ય પૂરું થાય જ છે.
વિચાર આવે, યાદ આવે તો વિચાર ફેરવ્યા કરવા. આકુળતા કરવાથી શું થાય! શાંતિ તે જ સુખદાયક છે. જ્યાં નિરૂપાયતા છે, કોઈ ઉપાય નથી ત્યાં શાંતિ સુખદાયક છે. માટે શાંતિ રાખવી તે એક જ ઉપાય છે.
આ મનુષ્યભવમાં આત્માનું થાય તે લાભદાયક છે. આ મનુષ્યભવ તો માંડ માંડ મળે છે. રાગને લઈને દુઃખ થાય, પણ પરિણામ ફેરવ્યા વગર છૂટકો નથી. ભૂલ્યા વગર કોઈ રીતે છૂટકો નથી. સંસારનું સ્વરૂપ આવે છે. આત્મા જાણનારો છે. શરીર જુદું છે ને વિકલ્પ થાય તે પોતાનો સ્વભાવ નથી. આત્મા અપૂર્વ-અનુપમ છે. જીવનમાં કાંઈક આત્માનું સાર્થક થાય તો તે શ્રેયરૂપ છે. બાકી તો જન્મ-મરણ.. જન્મ-મરણ...ચાલ્યા કરે છે. જીવે આવાં અનંત જન્મમરણ કર્યા છે. દેવનાં, મનુષ્યનાં, નરકનાં ને તિર્યંચના અનંતા જન્મ-મરણ કર્યા છે. મોટો રાજા થાય તો પણ આયુષ્ય પૂરા થાય છે. માટે શાંતિ સુખદાયક છે.
હવે ભવ જ ન મળે અર્થાત્ ભવનો અભાવ કેમ થાય તે કરવાનું છે. આત્મામાં બધું ભર્યું છે, બહાર કયાંય લેવા જવું પડે તેવું નથી. બહારમાં કયાંય સુખ-શાંતિ નથી. શાંતિ-સુખ આત્મામાં ભર્યા છે. બહારમાં જીવ સંતોષ અને શાંતિ માને છે તે જીવની ભ્રમણા છે. અંતર આત્મામાંથી આત્માનાં સુખ-શાંતિ કેમ પ્રગટ થાય, આત્માનું કલ્યાણ કેમ થાય તેને માટે પ્રયત્ન કરવો.
કેટલાંય પુણ્ય કર્યા હોય ત્યારે આ મનુષ્યભવ મળે છે. તેમાં સાચા ગુરુ મળવા મહા મુશ્કેલ છે. મનુષ્યજન્મ મળે, આવો ધર્મ મળે, આવા ગુરુ મળે ને તેમની વાણી મળે તે બધું મહા મુશ્કેલ છે. તે બધું મળ્યું તો હવે આત્માની રુચિ પ્રગટ કરવી. કેમ આત્માનું ભાન થાય, મનુષ્ય જીવન કેમ સફળ થાય તે કરવા જેવું છે. શાસ્ત્રમાં આવે છે ને? કે અનંત માતાને રડાવી છે. તેની આંખનાં આંસુના
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com