________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮]
[સ્વાનુભૂતિદર્શન તેને શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે, અને વિભાવ પરિણતિ જુદી પડી જાય છે. અલ્પ વિભાવ પરિણતિ અધૂરાશને લઈને થાય છે, પણ તે ભેદજ્ઞાન કરે છે કે હું તો ચૈતન્ય છું, આ વિભાવ મારો નથી. આ રીતે અંતરને ભેદી નાખીને ચૈતન્ય તરફ તેની પરિણતિ દોડી જાય છે અને પોતાના સ્વભાવને પ્રશ્ન કરી લે છે. ર૨૧. પ્રશ્ન:- આપ કહો છો ને કે ભલે ઉપર ઉપરથી કર, પણ ગમે તેમ કરીને તે રસ્તે
જા ! સમાધાન- હા, તે રસ્તે જા. અંતરમાં તારું લક્ષ અને ભાવના એમ રાખ કે ઊંડાણમાં જવા જેવું છે. કરવાનું ઊંડાણમાં (જ્ઞાયકમાં) છે પણ મારામાં હજી ઘણી અધૂરાશ છે એમ નક્કી કરીને ઊંડાણનું લક્ષ કરવાનો પ્રયત્ન કર. ઉપર ઉપરથી થાય તેને છોડી ન જ દેવું, કારણ કે અમે તને અશુભમાં આવવાનું નથી કહેતા, અને શુભમાં રોકાવાનું પણ નથી કહેતા. તને તીસરી ભૂમિકામાં જવાનું કહીએ છીએ, અમે ઊંચે-ઊંચે જવાનું કહીએ છીએ ત્યાં તું નીચે કયાં પડતો જાય છે ! એમ આચાર્યદવ કહે છે. અમારો કહેવાનો આશય એ છે કે તું તીસરી-શુદ્ધ સ્વભાવની-ભૂમિકા પ્રગટ કર. શુભ તો વચ્ચે આવે છે, પણ તે તારો સ્વભાવ નથી. શુભ અને અશુભ સરખી કોટિના છે એમ તું સમજ અને જે આત્માની તીસરી ભૂમિકા અમૃતકુંભ છે તેને ગ્રહણ કર. માટે ઊંચે જવાનું કહીએ છીએ, પણ તેથી તને ઉપર-ઉપરથી ભાવના આવે તે છોડી દેવાનું નથી કહેતા. જો ઊંડી ભાવના પ્રગટ કરી શુદ્ધસ્વભાવમાં જઈ શકાય તો તેને તે પ્રગટ કર. પણ ન જઈ શકે તો તેને છોડીને અશુભમાં જવાનું કહેતાં નથી, ઉપર-ઉપરની ભાવના કાંઈ કામની નથી એમ કરીને છોડવાની નથી, પણ તું ઊંચી પરિણતિને પ્રગટ કર એમ કહેવાનો આશય છે.
ભગવાનના મંદિરે દર્શન કરવા માટે ટહેલ મારતાં ભગવાનના દ્વાર ન ખૂલે તો થાકીને પાછો નહિ આવતો, ભગવાનનાં દ્વાર ખૂલી જશે. તું ટહેલ મારવી છોડતો નહિ. તેમ ચૈતન્ય મંદિરે તું ટહેલ માર કે હું ચૈતન્ય છું. પ્રથમ ઉપર-ઉપરથી તને સમજાય તે છોડતો નહિ. તને ચૈતન્ય ન ઓળખાય ત્યાં સુધી
ત્યાં ટહેલ માર્યા જ કરજે, લક્ષ રાખજે કે મારે હજુ ઘણું આગળ જવાનું છે. તારો પુરુષાર્થ ઊપડતાં ચૈતન્ય મંદિર ખૂલવાનો તને અવકાશ છે. દૂર જઈશ તો ઊલટો તું આવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com