________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીનીતત્ત્વચર્ચા ]
[૯૩ તે છૂટીને શુદ્ધરૂપે પરિણમન થાય તે તેના સમ્યક્ સ્વભાવની પ્રગટતા છે તે સ્વભાવ તેનું ઘર છે, રહેવાનું મૂળ સ્થાન છે. સમયસારમાં આવે છે ને ? કે જ્ઞાયકભાવ જ સ્થાતાનું સ્થાન છે, રહેનારનું રહેઠાણ છે, તે સર્વસ્વ છે. પણ અજ્ઞાની પોતાનો સ્વભાવ નથી, પોતાનું ઘર નથી, અર્થાત્ જે પરવર છે, ત્યાં બહારમાં ચાલ્યો ગયો છે.
ચૈતન્યનું સ્વામિત્વ ચૈતન્યમાં છે, છતાં પરનું સ્વામિત્વ અજ્ઞાન અવસ્થાથી માન્યું છે. ૫૨નું કરી શકું એમ માનવું તે અજ્ઞાનતા છે. તે ૫૨નું કરી શકતો નથી અને ૫૨નું કરવા મથી રહ્યો છે. પોતે ચૈતન્ય તરફ દષ્ટિ કરે તો પોતે પોતાનું કરી શકે છે. પોતાની પર્યાય શુદ્ધરૂપે પરિણમે તે પોતે કરી શકે છે. આ બધું પરવર છે તેનાથી ભેદજ્ઞાન કરીને પોતાના સ્વભાવમાં દષ્ટિ સ્થાપે અને શુદ્ધ સ્વભાવમાંથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય તે કરવાનું છે.
આચાર્યદેવ કહે છે કે અહીં આવ....અહીં આવ...આ તારું રહેવાનું રહેઠાણ છે. આ તારું પદ છે. બીજું બધું અપદ છે. પોતાનું પદ તો ચૈતન્યપદ છે, તેમાં તું આવ. તારે તે કરવાનું છે. બહારની વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ નિવૃત્તસ્વરૂપ આત્મામાં જ પરિણતિ પ્રગટ કરવા જેવી છે. પોતામાં જ પરિણતિ કરવી અને ૫૨ સાથેની પ્રવૃત્તિ તોડવી તે જીવનમાં કરવાનું છે. તેને માટે શાસ્ત્રાભ્યાસ, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા આવવી જોઈએ. ચૈતન્યની પરિણતિ કેમ પ્રગટ થાય ? શુદ્ધાત્મા તરફ લક્ષ કરી દ્રવ્યષ્ટિ કેમ પ્રગટ થાય? અનુભૂતિ કેમ થાય ? તે કરવા જેવું છે. તે જીવનનું ખરું કર્તવ્ય છે. ૧૨૯.
પ્રશ્ન:- એક સમયની એક પર્યાયમાં ત્રણકાળની પર્યાયને જાણવાનું સામર્થ્ય કેવી રીતે હોય તે સમજાવવા વિનંતી છે.
સમાધાનઃ- જ્ઞાનની અસાધારણ શક્તિ છે. પૂર્ણ વીતરાગતા જ્યાં પ્રગટ થઈ ત્યાં નિર્મળ કેવળજ્ઞાન પ્રગટ થયું. તે પર્યાય એક સમયની હો, પણ તેની શક્તિ અનંત છે. તે અનંતતામાં શું ન જણાય ? તેને ભૂતકાળ-વર્તમાન કે ભવિષ્યકાળની અપેક્ષા રહેતી નથી. વર્તમાન પર્યાયમાં ત્રણે કાળ આવી જાય છે. ત્રણેય કાળ ભિન્ન ભિન્ન નથી જોવા પડતા. ભૂતકાળમાં કે ભવિષ્યકાળમાં જઈને જોવું નથી પડતું, પણ વર્તમાનવત્ બધાને જાણી લે છે. તે પર્યાયમાં મર્યાદિત શક્તિ હોય તો તે પૂર્ણ જ્ઞાન જ નથી. કેવળજ્ઞાનની દરેક પર્યાયમાં જાણવાની પૂર્ણ શક્તિ હોય છે. ૧૩૦.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com