________________
૯૨]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન ત્યાં અનંતાનુબંધીનો રસ તૂટી જ જાય છે. અંદરથી સ્વાનુભૂતિ વધે ત્યાં દેશવિરતિપણું સહેજે આવી જાય છે. તેને પછી આટલા વિષય છોડવા કે આ કરવું એમ રોકાવું પડતું નથી. જો બહારમાં ને બહારમાં રોકાય તો તેને રસ તૂટતો નથી. આ કષાય ઓછા કરવા કે આ કરવું એમ નથી, પણ પોતા તરફ વળે ત્યાં સહેજે રસ તૂટી જાય છે. તે શુભભાવનામાં આવે ત્યારે મંદ કષાય થાય, પણ કષાયનો અભાવ તો ભેદજ્ઞાનની ધારા પ્રગટ થાય અને ઉપયોગ પોતા તરફ જાય ત્યાં સહેજે થઈ જાય છે. તેને બે પ્રયત્ન કરવા પડતા નથી. એક પ્રયત્નમાં બીજો સમાઈ જાય છે. જ્યાં બહારથી રસ તૂટે ત્યાં અંતરનો રસ વધી જાય ને અંતરનો રસ વધે ત્યાં બહારથી રસ તૂટી જ જાય. જુદા-જુદા બે પ્રયત્ન કરવા પડતા નથી. ૧૨૭. પ્રશ્ન:- આત્મ-અનુભવ નહિ થવામાં દષ્ટિનો દોષ છે કે જ્ઞાનનો દોષ છે? સમાધાનઃ- આત્માનો અનુભવ નથી થતો તેમાં દષ્ટિ અને જ્ઞાન-બંનેનો દોષ છે. દષ્ટિનો મુખ્ય દોષ છે. દષ્ટિનું જોર થાય તો જ્ઞાનનું જોર થાય. દષ્ટિ સમ્યક થાય તો જ્ઞાન પણ સમ્યક્ થાય છે. દષ્ટિ અને જ્ઞાન બંનેમાં વિપરીતતા છે, પણ દષ્ટિ મુખ્ય છે. દષ્ટિ ફરે તો જ્ઞાન ફરી જ જાય છે.
પહેલી ભૂમિકામાં સાચું જ્ઞાન, સાચા વિચાર આદિ બધું આવે છે; પણ મોક્ષમાર્ગમાં પહેલી મુખ્ય દષ્ટિ છે. દષ્ટિની સાથે જ્ઞાન હોય છે. દષ્ટિ સમ્યક થાય
ત્યાં જ્ઞાન સમ્યક્ થઈ જાય છે. ગુરુદેવે એટલું સ્પષ્ટ કર્યું છે કે કાંઈ ભૂલ ન થાય. જે કોઈ અટકે તે પોતાની ભૂલથી અટકે છે. ૧૨૮. પ્રશ્ન- આપ અમને સાચું માર્ગદર્શન આપશો તેવી સવિનય વિનંતી કરીએ છીએ. સમાધાન - મુક્તિનો એક જ માર્ગ છે. તે એક જ માર્ગે ચાલવાનું છે. ગુરુદેવે એક માર્ગ બતાવ્યો છે. બધું કરી કરીને આત્માનું કરવાનું છે.
તત્ત્વનું ચિંતવન કરે, શાસ્ત્રાભ્યાસ કરે, દેવ-શાસ્ત્ર-ગુરુની મહિમા કરે કે આત્માની મહિમા કરે તે બધામાં એક આત્માનું જ ધ્યેય રાખવાનું છે. આત્માને ઓળખવો તે જ કરવાનું છે. આત્માનો સ્વભાવ કેવી રીતે પ્રગટ થાય? તેનો મૂળ સ્વભાવ જે જ્ઞાન-દર્શન-ચારિત્ર આદિ અનંતગુણોથી ભરેલો છે તે શુદ્ધરૂપે કેવી રીતે પરિણમે? જે અનાદિથી વિભાવ પર્યાય થઈ રહી છે તે પલટીને સ્વભાવ પર્યાય કેવી રીતે થાય? શુદ્ધ આત્મા શુદ્ધતારૂપે કેવી રીતે પરિણમે?—આ પ્રયત્ન કરવાનો છે. વિભાવ તરફ દૃષ્ટિ કરવાથી વિભાવ પર્યાય થઈ રહી છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com