________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૫૮ ]
[ સ્વાનુભૂતિદર્શન પ્રશ્ન:- પરમાં મહત્તા અને કુટુંબ-પરિવારમાં મમતા થઈ જાય છે. વિચાર કરીએ તો પણ તે ભાવ તૂટતા નથી, તો શું કરવું?
સમાધાનઃ- ઉદયભાવ છે તે જો આત્માની લગની અંદર લાગે તો તૂટે, વિચારથી ન તૂટે. જ્ઞાયકને ઓળખે અને ઉદયભાવથી જુદો પડે કે હું જ્ઞાયક છું, આ મારું સ્વરૂપ નથી ત્યારે વાસ્તવિકપણે તૂટે છે. ત્યાર પહેલાં ઉદયભાવ ભલે હો, અને પોતે વિચાર પણ કરે; પરંતુ માત્ર એકલા વિચારથી નહિ, પુરુષાર્થ કરે તો ઉદયનો ૨સ મંદ પડી તૂટી જાય. આ બધું સારભૂત નથી, સારભૂત મારો આત્મા જ છે. આ બધું નિઃસાર છે–એવો અંદરથી નિશ્ચય આવે તો તે જાતનો રસ તૂટી જાય. મહિમાવંત તો મારો આત્મા જ છે એમ એકલા માત્ર વિચાર કર્યા કરે; પણ અંદરથી નિરસતા ન લાગે તો રસ ન તૂટે. મારો આત્મા શાશ્વત છે. ખરેખર આ કુટુંબાદિ મારું સ્વરૂપ નથી, તેઓ સારભૂત નથી ને કાંઈ મહિમાવંત નથી. એ તો બધું માત્ર કલ્પનાથી માનેલું છે, એવી જાતનો અંદરથી વૈરાગ્ય આવવો જોઈએ, આત્માની લગની લાગવી જોઈએ. વિચારની સાથે આ બધું આવે તો રસ તૂટે.
ઉદયભાવમાં પોતે જોડાઈ જાય છે પણ અંદરથી ૨સ તૂટી જવો જોઈએ. તે અશુભમાંથી શુભમાં આવે છે, પણ શુભ મારું સ્વરૂપ નથી, તેનાથી પણ હું જુદો મહિમાવંત ચૈતન્ય છું ને વિભાવમાં ઊભા રહેવું તે બધું ખોટું છે. આ રીતે અંદરથી આત્માની લગની અને મહિમા આવવી જોઈએ. તે વગર રસ તૂટે નહિ. બહારના બધા રાગ એવા હોય છે, પણ ચૈતન્ય તરફનો જો પ્રેમ જાગે તો બહારનો પ્રેમ અંતરથી તૂટી જાય. એક મારો આત્મા જ સર્વસ્વ છે. તે જ જાણવા-જોવાલાયક છે, તે જ વિચારવાલાયક છે, તેનું જ ભજન કરવા યોગ્ય છે, બાકી બધું નકામું છે. બહારમાં જેણે વસ્તુસ્વરૂપ બતાવ્યું તે જિનેન્દ્રદેવ હૃદયમાં રાખવા યોગ્ય છે. દેવ-શાસ્ત્ર-ગુરુ હૃદયમાં રાખવા યોગ્ય છે. શાસ્ત્રનું ચિંતવન કરવા યોગ્ય છે. તે સિવાય બહાર કોઈ ઉપર દષ્ટિ મૂકવા જેવી નથી,-લક્ષમાં લેવા જેવું નથી, રાગ કરવા જેવો નથી-એવો અંદરથી જો સાચો નિર્ણય આવે, સાચી લગની લાગે ને સાચો વૈરાગ્ય આવે તો બહારની મહત્તા તૂટે.
બાકી જીવે બાહ્ય વૈરાગ્ય લાવી ઘણીવાર ૨સ તોડયો છે, પણ યથાર્થપણે તો ત્યારે તૂટે કે જ્યારે આત્માને લક્ષમાં લે, જ્ઞાયકને ઓળખે તો વાસ્તવિક રીતે રસ તૂટે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com