________________ [359 Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] ઉદય તને કહેતો નથી કે તું પરાણે આમાં જોડાઈ જા, પોતે જોડાય છે. બહારનું કોઈ કહેતું નથી કે તું મને સાંભળ, તું મને જો, તું મારો વિચાર કર, એમ કોઈ કહેતું નથી. પણ પોતે જ પોતાના રાગથી તેમાં જોડાય છે. રાગમાં નિરસતા લાગે તો તેનો રસ તૂટી જાય. પણ માત્ર લુખા વિચાર કરવાથી રસ ન તૂટે. 654. પ્રશ્ન- આપનાં વચનામૃતમાં આવે છે કે “જીવન આત્મામય બનાવી દેવું જોઈએ ? તો તે કઈ રીતે બનાવવું? સમાધાન- હા, જીવન આત્મામય જ બનાવી દેવું જોઈએ. આ જીવન બધું રાગમય-વિકલ્પમય છે તેને બદલે આત્મામય બનાવી દેવું જોઈએ. બસ, હું આત્મા છું, આ શરીર તે હું નથી, હું ચૈતન્યમૂર્તિ છું, ચૈતન્યનું સ્વરૂપ તે જ હું છું. એમ જીવન આત્મામય બનાવી દેવું. ડગલે-પગલે આત્મા જ યાદ આવે એવું આત્મામય જ જીવન બનાવવું. આ બધું પરદ્રવ્ય છે તે કોઈ મારું નથી, મારો આત્મા જુદો છે; હું ચૈતન્યમય છું; પરને આશ્રિત વિચાર આવે તે બધા વિચાર નિરર્થક છે. કાંઈ સારભૂત નથી; હું તો એક આત્મા છું એમ પહેલાં ભાવના કરે, પ્રયત્ન કરે. કેમકે એકદમ સહજ થવું મુશ્કેલ પડે. પણ આત્મામય જીવન જ થઈ જાય તો બધું છૂટી જાય, પરની એકત્વબુદ્ધિ તૂટી જાય. અંતર દષ્ટિ કરે કે હું આત્મા છું, આ બધું બહાર દેખાય છે તે હું નથી, હું તો અંતરમાં કોઈ જુદું ચૈતન્ય દ્રવ્ય છું. પોતે બહારની કલ્પનાથી માની લીધું છે કે આ શરીર તે હું, ઘરકુટુંબ આદિ બધું હું એમ પોતે માન્યું છે, પણ આ બધું કોઈ હું નથી, હું તો ચૈતન્ય આત્મા છું. એમ આત્મામય જીવન બનાવી દેવું. અનંતકાળમાં ઘણું કર્યું-ત્યાગ-વૈરાગ્ય આદિ બધું કર્યું, પણ યથાર્થ કરવા યોગ્ય કર્યું નથી. હું તો આત્મા છું, આ વિભાવ મારું સ્વરૂપ નથી. એમ પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને જે વૈરાગ્ય આવે તે બરાબર છે. હું તો આત્મા છું એવું સહજપણે કરવાનો પ્રયત્ન કરવો. પહેલાં સહજ હોતું નથી, પણ સહજ કરવાનો પ્રયત્ન કરે. આ ઉદયભાવ તે હું નથી, હું તો પારિણામિકભાવે રહેનારો ચૈતન્યસ્વરૂપ આત્મા છું. તે પારિણામિકભાવ મારું સ્વરૂપ છે, આ ઉદયભાવ તે મારું સ્વરૂપ નથી એમ આત્મામય જીવન બનાવવું. 655. Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com