________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૩૫૫ બધું ભૂલી જાય. નિંદા-પ્રશંસા આદિ બધું જેમને સરખું છે તથા આ શરીર પણ મારું નથી, શરીરમાં જે થાય તેનાથી મને કાંઈ થતું નથી. એવા મુનિઓ આકરા પરીષહ આવે તો એકદમ જ્ઞાયકના ધ્યાનમાં ચડીને શ્રેણી માંડી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પારસનાથ ભગવાનને ઉપસર્ગ આવ્યો હતો, પાંડવોને કેવો ઉપસર્ગ થયો હતો? છતાં તે વખતે તેઓ બધા આત્માનું ધ્યાન કરતા હતા. અને ત્રણ તો એકદમ આગળ ગયા. આગળ જઈને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ તો મુનિઓની વાત થઈ, પણ આ રીતે જિજ્ઞાસુ-મુમુક્ષુ પોતે પોતાની હદ હોય તે પ્રમાણે બહારના પ્રતિકૂળ પ્રસંગો આવે તો તેમાં શાંતિ રાખે કે હું જ્ઞાયક છું. આત્માનું ધ્યાન ન થઈ શકે તો હું જ્ઞાયક છું, હું તો આત્મા છું, મને કાંઈ લાગતું નથી, આ શબ્દ તો પુદ્ગલ છે અને તેની સાથે મારે કાંઈ સંબંધ નથી. એમ વિચારો કરે, તેની શ્રદ્ધા કરે, તેવી જાતની એકાગ્રતા કરે ને તેનું ધ્યાન કરે. પ્રથમ યથાર્થ ધ્યાન ન હોય, પણ પોતે ભાવના કરે કે આ શરીર હું નથી, આ પુદ્ગલ છે; જે થાય તે શરીરમાં થાય છે, મને કાંઈ થતું નથી; હું તો જ્ઞાયક છું,-તે રીતે વિચાર કરે ને શ્રદ્ધાનું બળ વધારે કે હું તો જુદો છું. શબ્દ કહેતો નથી કે તું સાંભળ અને હું જીવ પણ કાંઈ ત્યાં સાંભળવા જતો નથી. હું મારામાં છું, એમ પોતે વિચાર કરી, શાંતિ રાખે-સમભાવ રાખે.
મુમુક્ષુ- પોતે જે ભૂમિકામાં હોય તે પ્રમાણે કરે ?
બહેનશ્રી- પોતાની ભૂમિકા પ્રમાણે પુરુષાર્થ કરી શકાય. માટે તેવો પુરુષાર્થ કરી અંતરમાં સ્થિર થવું, આકુળતા ન કરવી. મુનિરાજ તો ઉગ્ર ધ્યાન કરે છે, પણ દરેકે પોત-પોતાની હૃદ પ્રમાણે સમજી લેવું. સમ્યગ્દષ્ટિ પણ આત્માનું ધ્યાન કરે છે, પરંતુ મુનિની ભૂમિકા જુદી છે. જિજ્ઞાસુએ પોતાની ભૂમિકા પ્રમાણે કરવું, સંયોગથી પોતે ન્યારો થઈ વિચાર કરે કે આ બધું મારું સ્વરૂપ નથી, આ બધો ઉદય છે. હું તેનાથી જુદો છું. કોઈનો દોષ નથી, મારા પોતાના ઉદયને લઈને પ્રતિકૂળતા આવી છે માટે શાંતિ રાખવી. ૬૫૧. પ્રશ્ન- શ્રીમદ્જીમાં આવે છે કે જ્ઞાની પ્રત્યે જેને પરમાત્મબુદ્ધિ આવે છે તેને સર્વ મુમુક્ષુ પ્રત્યે દાસત્વભાવ આવે છે. તો ત્યાં તેઓ શું કહેવા માગે છે? સમાધાનઃ- મુમુક્ષુને સત્પુરુષ-કે જે સર્વોત્કૃષ્ટ માર્ગ બતાવી રહ્યા છે અને સાધના કરી રહ્યા છે તેના પર પરમેશ્વર બુદ્ધિ આવે છે. એટલે કે તે જ મારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com