________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૫૧
પ્રશ્નઃ- દ્રવ્યને પર્યાયની પણ અપેક્ષા નથી શું?
સમાધાનઃ- દ્રવ્યને પર્યાયની અપેક્ષા નથી ને પર્યાયની પરિણતિ સ્વતઃ પરિણમે છે, છતાં પર્યાય અને દ્રવ્ય બંનેના તદ્દન કટકા નથી. દ્રવ્યના આશ્રયે પર્યાય થાય છે, પણ બધું સ્વતઃ છે,-કોઈના કા૨ણે કોઈ નથી. દ્રવ્ય પોતે જ પરિણમે છે, અને તેના મૂળ સ્વભાવમાં અશુદ્ધતા થતી નથી. દ્રવ્ય જુદું રહે અને પર્યાય જુદી પરિણમે એમ કટકા નથી. પર્યાય અંશ છે અને દ્રવ્ય અંશી છે તેવો ભેદ છે, પણ સર્વથા આ દ્રવ્યનો કટકો છે અને આ બીજો પર્યાયનો કટકો છે એમ નથી. ૬૪૨. પ્રશ્ન:- આ બધું વિસ્તારથી જાણવું જોઈએ ?
સમાધાનઃ- કોઈ વિસ્તારથી જાણે કે સંક્ષેપથી જાણે, (પ્રયોજનભૂત ) જાણવાનું વચ્ચે આવે છે. આ ૫૨ અને આ સ્વ, આ વિભાવ અને આ સ્વભાવ એમ ભેદજ્ઞાન કરે છે તેમાં પણ એટલું જાણવાનું આવે છે. આ સ્વભાવ ને આ વિભાવ એમ ભેદજ્ઞાન કરીને સ્વને જાણે તેમાં વિશેષ ભેદ ન જાણે તો પણ હું એક અખંડ તત્ત્વ છું તેમ ભેગું આવી જાય છે. બાઈ દાળ અને ફોતરાં જુદી કરતી હતી તે જોતાં શિવભૂતિ મુનિ ગુરુનો આશય સમજી ગયા કે ગુરુને આમ કહેવું છે કે જેમ દાળ અને ફોતરાં જુદાં છે તેમ સ્વભાવ અને વિભાવ જુદાં છે. જ્ઞાનીઓ સ્વભાવ-વિભાવને જુદા પડાવીને એક સ્વભાવને બરાબર લક્ષમાં લેવરાવે છે અને એક સ્વભાવને લક્ષમાં લીધો તો તેમાં ગુણ-પર્યાયનું જ્ઞાન સાથે આવી જાય છે. ‘ આ જ્ઞાયક'–એમ સ્વભાવ ઓળખી લીધો તો આ જ્ઞાયક છે, તે આત્મા પરિણતિવાળો છે, સર્વથા કૂટસ્થ નથી; ગુણભેદ છે છતાં વસ્તુ અભેદ છે, કટકા નથી. એમ બધું જ્ઞાન સાથે આવી જાય છે. યથાર્થ રીતે જ્ઞાયકને લક્ષમાં લેનારો કોઈ પાત્ર હોય તો સંક્ષેપમાં જલદી સમજી જાય છે, વિશેષ ક્ષયોપશમ હોય તે સંક્ષેપથી સમજે; કોઈ વિચાર કરે ને દ્રવ્ય-ગુણ-પર્યાયને (વિસ્તારથી ) જાણે. પણ અમુક પ્રકારે જાણે તો જ લક્ષમાં આવે છે. ૬૪૩.
પ્રશ્ન:- આગમનો અભ્યાસ હોય?
સમાધાનઃ- આગમનો અભ્યાસ હોય. બધું વચ્ચે આવે, પણ તેમાં આટલું જ જાણવું અને આટલો જ અભ્યાસ હોવો જોઈએ અથવા આગમનો અભ્યાસ વિશેષ હોય તો જ સમજાય એમ નથી. આગમમાં શું કહેવું છે એમ આગમનો ગુરુનો આશય સમજે તો પણ અનુભવ થઈ શકે. આશય સમજે તેમાં દ્રવ્યગુણ-પર્યાય,
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com