________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૨]
[ સ્વાનુભૂતિદર્શન પ્રગટપણે જુદો લાગે તે યથાર્થ છે. હું જ્ઞાયક છું એવો માત્ર વિકલ્પ નહિ પણ આત્મજાગૃતિ થવી જોઈએ અને તે દુનિયાથી જુદી જ હોય છે. જગતથી જુદો પડે તેને પછી મૂંઝવણ રહેતી નથી, આ જ્ઞાયકની ધારા મારા હાથમાં છે, પુરુષાર્થની સહજધારા અમુક પ્રકારે તો જ્ઞાનીની ચાલતી જ હોય છે, વિશેષ ઉગ્રતા પછી થાય છે. તે ધારામાં નીચેની દશા હોય ત્યારે અમુક વખતે મંદતા હોય છે ને અમુક વખતે તીવ્રતા હોય છે.
મુમુક્ષુ- અંદરથી ખ્યાલ આવે છે, છતાં ઉગ્રતા કેવી રીતે લાવવી ?
બહેનશ્રી - શ્રદ્ધાનું બળ વધે તો ઉગ્રતા થાય. અંતરતત્ત્વનું બળ વધે, અંદર વિરક્તિ વધે, ચૈતન્યની પોતાની મહિમા વધે અને બહારની મહિમા છૂટે, બહારમાં આકુળતા લાગે ને જ્ઞાયકની મહિમા વધી જાય તો ઉગ્રતા વધે. હુજી (પોતાને) શ્રદ્ધાના બળમાં મંદતા થાય છે તો શ્રદ્ધાના બળમાં પોતાને મંદતા કેમ છે? તે પોતે વિચારવું. ૬૧૫. પ્રશ્ન:- આપણા ઉદયને લઈને બાળકને મુશ્કેલી પડે ને ? સમાધાન- તમારા ઉદયથી બાળકને તકલીફ ન પડે, તેને તેના ઉદયથી તકલીફ થાય. તેનો ઉદય સ્વતંત્ર અને તમારો ઉદય પણ સ્વતંત્ર છે. તે બાળકે એવા પરિણામ કર્યા હોય એટલે તેને તકલીફ પડે-એવી જાતનો સંયોગ મળે.
કોઈ રાજાને ઘરે જન્મે, કોઈ ગરીબના ઘરે જન્મે, તો કોઈ કયાંય જન્મએમ બધા જીવ પોતાના ઉદયને લઈને આવે છે. તેથી તો શાસ્ત્રમાં આવે છે ને ગુરુદેવ પણ કહે છે કે આત્માનું કરી લે. જન્મ-મરણ કરતાં કરતાં અનંત ભવ થયા. તેમાં કોઈ મનુષ્યભવ પામે તે પોતાના પરિણામથી અને કોઈ દેવ, નારકી કે ઢોર થાય તો પણ તે પોતાના પરિણામથી થાય. તેમાં કોઈ કોઈનું કરી શકતો નથી.
શુભાશુભભાવનો કરનારો તથા તેનું ફળ ભોગવનારો પોતે છે. અને તેનાથી જુદો પડી હું આત્મા શાશ્વત છું, મારામાં આનંદ છે-એમ આત્માને જાણનારો પણ પોતે છે. આત્માને ઓળખનારો મોક્ષને પામે છે. અંતરમાં ભેદજ્ઞાન કરીને એમ જાણે કે શરીર જુદું અને હું જુદો, સંકલ્પ-વિકલ્પ થાય તે હું નહિ, જાણનારો હું આત્મા કોઈનું કરી શકું નહિ, તો મુક્તિની દશા અંતરમાં પ્રગટે છે. જિનેન્દ્ર ભગવાન અને ગુરુ ઉપદેશ આપે પણ પુરુષાર્થ કરવાનો પોતાને રહે છે. કોઈ કોઈનું કાંઈ કરી શકતું નથી. આત્માની સાધના પણ સ્વયં પોતે કરે છે. ૬૧૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com