________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૩૪૦ ]
બહાર રોકાવું ગમે નહિ, ક્ષણે ક્ષણે આત્માની લગની લાગે, રાત-દિવસ કયાંય ચેન ન પડે, એવું અંદર થાય તો પોતાનો પુરુષાર્થ ઉગ્ર થાય, પણ મંદ મંદ રહ્યા કરે છે એટલે આગળ જઈ શકતો નથી.
મુમુક્ષુ:- અંતર સન્મુખ પુરુષાર્થ રુચિના જોરે થાય ?
બહેનશ્રી:- રુચિ ઉગ્ર હોય તો અંતર સન્મુખ પુરુષાર્થ સહજ થાય. ચિ પોતા તરફ જાય તો પુરુષાર્થ પણ તે તરફ જાય.
મુમુક્ષુ:- તો પુરુષાર્થ કરવાનો ન રહ્યો પણ રુચિ કરવાની રહી ?
બહેનશ્રી:- બંનેને સંબંધ છે, રુચિ થાય એટલે પુરુષાર્થ સાથે થાય જ.
મુમુક્ષુઃ- બંન્નેમાં મુખ્યતા કોની ?
બહેનશ્રી:- રુચિની મુખ્યતા હોય છે.
મુમુક્ષુઃ- રુચિ ખૂબ ઊંડાણથી જાગૃત કરવા માટે શું કરવું?
બહેનશ્રી:- પોતે અકારણ પારિણામિક દ્રવ્ય છે, તેથી રુચિ પોતાને જ કરવાની છે. આ સ્વભાવ જ આદરણીય છે, વિભાવ આદરણીય નથી. વિભાવમાં સુખ નથી, તેની સાથે એકત્વબુદ્ધિ કરવી તે ખોટું-અયથાર્થ છે. યથાર્થ આત્મતત્ત્વ વિભાવથી જુદું હોવા છતાં તેમાં એકત્વ માની રહ્યો છું તે ખોટું માન્યું છે, વિપરીત માન્યું છે. આમ યથાર્થ જ્ઞાનપૂર્વક નિશ્ચય કરીને પોતે રુચિને દૃઢ કરતો રહે. જ્ઞાન, રુચિ, પુરુષાર્થ-બધાને સંબંધ છે. તેથી યથાર્થ જ્ઞાનથી નિશ્ચય કરવો જોઈએ કે બહારમાં કયાંય સુખ નથી, આત્મામાં સુખ છે. બે તત્ત્વો જુદાં છે. આ વિભાવતત્ત્વ જુદું છે ને મારું આત્મતત્ત્વ જુદું છે એમ નક્કી કરીને રુચિનું જોર વધારવું. ૬૧૧.
પ્રશ્ન:- આ બધું એકલા વિકલ્પમાં બેસે તો ચાલે ખરું?
સમાધાનઃ- પહેલાં વિકલ્પ હોય છે, નિર્વિકલ્પ તો પછી થાય છે. પહેલાં તો અભ્યાસ જ હોય છે અને તે અભ્યાસ ઊંડાણથી થાય તો પણ તેનો નિર્ણય એમ હોવો જોઈએ કે આ અભ્યાસ વિક્લ્પમાં છે, અંદર ઊંડું જવાનું બાકી છે. આમ ધ્યેય રાખે તો ઊંડો જવાનો પ્રયત્ન થાય. પરંતુ વિકલ્પ માત્રમાં અટકી જાય કે મેં ઘણું કર્યું, તો આગળ ન જવાય. આ વિકલ્પ માત્ર અભ્યાસ છે, હજી તેનાથી આગળ જવાનું છે; એમ ધ્યેય હોવું જોઈએ. જો એમ ધ્યેય રાખે તો આગળ જવાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com