________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૩૪૫ છે. આત્માનો સ્વભાવ અદભુત, અપૂર્વ ને આશ્ચર્યકારી છે. આત્મામાં આનંદગુણ છે તો સ્વાનુભૂતિ થતાં આત્મા આનંદ-તરંગોમાં ડોલે છે. અનંતગુણ અને પર્યાયોથી ભરપૂર આત્માનું જેવું સ્વરૂપ છે તેવું સ્વાનુભૂતિમાં પ્રાપ્ત થાય છે. સ્વાનુભૂતિમાં જે આનંદતરંગોમાં આત્મા ડોલે છે એ આનંદ જગતથી જુદો અને ન્યારો છે તથા વચનમાં આવે તેવો નથી. જો કે કહેવાય એમ કે આત્મા આનંદતરંગોમાં ડોલે છે, બાકી અનંતગુણની વિભૂતિ તેને પ્રગટ થાય છે, તેમાં તે ડોલે છે. મુખ્યપણે (વેદનમાં) આનંદગુણ છે એટલે આનંદતરંગોમાં ડોલે છે એમ કહેવાય છે.
દ્રવ્ય (સર્વથા) કૂટસ્થ છે અને કોઈ કાર્ય કરતું નથી એમ નથી. તે પરિણમે છે, પર્યાયોના તરંગો ઊછળે છે. દ્રવ્ય ઉપર દષ્ટિ મૂકતાં તેને પર્યાય ઉપર દષ્ટિ નથી, પણ તેથી તેને સ્વાનુભૂતિની પર્યાય પ્રગટ થતી નથી એવું નથી. પર્યાયોમાં આનંદના તરંગો ઊછળે છે અને તે વચનાતીત છે, વચનમાં આવે એમ નથી. દ્રવ્ય-ગુણ-પર્યાયથી શોભિત આત્મા અપૂર્વ છે, અદ્ભુત છે ને આશ્ચર્યકારી છે. અનુભૂતિ થતાં તે આનંદતરંગમાં ડોલે છે-આવું એ જગતથી જુદું તત્ત્વ છે. ૬ર૫. પ્રશ્ન- ક્રોધનો ઉદય આવે તો તેનાથી બચવા માટે જ્ઞાની શું કરતા હોય? સમાધાનઃ- હું તો શાંત સ્વરૂપી છું. એવી જ્ઞાયકની પરિણતિ જ્ઞાનીને પ્રગટ થઈ હોવાથી જ્ઞાયકની દોરી તેને ક્રોધથી પાછો ખેંચી લે છે, મર્યાદા બહાર ક્રોધમાં તે જતો નથી. તેને એવું ભેદજ્ઞાન છે કે ક્રોધમાં એકત્વ થતું નથી, ક્રોધથી જુદો ને જુદો રહે છે. આવી ભેદજ્ઞાનની ધારા તેને વર્તે છે.
મુમુક્ષુ- ઉપયોગ તો ક્રોધમાં હોય? તો શું ઉપયોગને પાછો વાળવાનો પ્રયત્ન કરે ?
બહેનશ્રી - ઉપયોગ ભલે ક્રોધમાં હોય; પણ જ્ઞાયકની દોરી ચાલુ જ છે. તેથી ક્રોધમાં એકત્ર થતો નથી અને ઉપયોગને પાછો વાળવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનીની પરિણતિ તો જુદી ને જુદી રહે છે જ, પરંતુ ઉપયોગ પણ વધારે બહાર ન જાય તે રીતે તેને સહજપણે પાછો વાળે છે. જ્ઞાનીને ભેદજ્ઞાનની ધારા વર્તે છે, વિરક્તિની પરિણતિ પ્રગટી છે તથા જ્ઞાયક તેના હાથમાં છે, તેથી અંદર પરિણતિ જુદી પરિણમે છે. અમુક અંશે સ્થિરતા-લીનતાના કારણે અમુક અંશે શાંતપણું તેને છૂટતું જ નથી. બહારથી ગમે તે દેખાય, પણ ક્રોધમાં એકદમ આકુળવ્યાકુળ થતો નથી. ૬ર૬.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com