________________
[૩૩૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
મુમુક્ષુ- મારા પ્રમાદથી આ પ્રમાણે થયું છે અને હું પુરુષાર્થ કરી શકતો નથી એમ સ્વીકારવાથી તો આકુળતા વધી જાય એમ ન બને?
બહેનશ્રી - તે બધું આત્માર્થીએ જોવાનું છે. જો આકુળતા વધી જાય અને વધારે મૂંઝવણ થઈ જાય તો પણ માર્ગ મળતો નથી. માર્ગમાં શાંતિથી, ધીરજથી આગળ જવાય છે. મને પ્રમાદ છે, કે શાંતિ છે, કે ધીરજ છે, કે શું છે તે બધું પોતે વિચારવાનું છે. મૂંઝવણથી માર્ગ મળતો નથી. માટે શાંતિથી અને ધીરજથી પોતે માર્ગ કાઢે. પોતાની યોગ્યતા કેવી છે તે સમજીને આગળ જવું. પુરુષાર્થ ન ઊપડતો હોય ને કયાંક-કયાંક રોકાતો હોય તો પુરુષાર્થ કરે અને જો મૂંઝવણ થઈ જતી હોય તો શાંતિ રાખવી, ધીરજ રાખવી. ૬૦૭. પ્રશ્ન- દ્રવ્ય પર્યાયમાં આવતું નથી તે કેવી રીતે ? આપ સમજાવશોજી. સમાધાનઃ- દ્રવ્ય પર્યાયમાં નથી આવતું એટલે કે તે દ્રવ્ય છે તે દ્રવ્યરૂપે રહે છે. દ્રવ્યનું સ્વરૂપ શાશ્વત-અનાદિ-અનંત છે, જ્યારે પર્યાય ક્ષણ પૂરતી છે, બીજી ક્ષણે પલટી જાય છે. માટે જેમ પર્યાય ક્ષણે ક્ષણે પલટાય છે તેવું દ્રવ્યનું સ્વરૂપ નથી અને તેથી દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. દ્રવ્ય ક્ષણે ક્ષણે પલટાતું નથી, દ્રવ્ય તો એકસરખું રહે છે અને પર્યાય તો પલટાય છે. એટલે દ્રવ્ય પર્યાયમાં આવતું નથી. બાકી પર્યાય છે તે દ્રવ્યનું સ્વરૂપ છે. દ્રવ્ય-ગુણ-પર્યાય એ ત્રણે થઈને એક દ્રવ્યનું સ્વરૂપ છે. દ્રવ્ય અનાદિ-અનંત છે અને પર્યાય પલટાયા કરે છે. છતાં પર્યાય દ્રવ્યના આશ્રયે જ થાય છે, દ્રવ્યમાં જ થાય છે; કાંઈ અદ્ધર નથી થતી. જે સ્વભાવપર્યાય થાય છે તે દ્રવ્યના આલંબનથી થાય છે. જ્ઞાન, આનંદ આદિ અનંતગુણની જે બધી શુદ્ધપર્યાય થાય છે તે દ્રવ્યના આશ્રયે થાય છે અને જે વિભાવપર્યાય થાય છે તે પોતાના પુરુષાર્થની મંદતાએ થાય છે. તે વિભાવપર્યાય પોતાનો સ્વભાવ નથી, માટે તેને અને પોતાને ભાવભેદ છે. પોતાનો અને વિભાવભાવ જે આકુળતાવાળા છે તેનો સ્વભાવ જુદો છે,–તે બંનેને ભાવભેદ છે. તેથી વિભાવથી ભેદજ્ઞાન કરે કે જે આકુળતાવાળો વિભાવભાવ છે તે મારો
સ્વભાવ નથી, તે પુરુષાર્થની મંદતાએ થાય છે; પણ પુરુષાર્થ તીવ્ર થાય તો વિભાવ પર્યાય છૂટી જાય છે અને સ્વભાવ પર્યાય પ્રગટ થાય છે. ૬૦૮. પ્રશ્ન- દ્રવ્ય નિષ્ક્રિય કઈ રીતે છે? સમાધાન - પોતાની અપેક્ષાએ દ્રવ્ય નિષ્ક્રિય છે. દરેક ગુણનું કાર્ય પર્યાયમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com