________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૩૫
ગયું છતાં અમુક પરિણમન હજી વિભાવરૂપે રહે છે દષ્ટિનો દોષ મુખ્ય છે. દૃષ્ટિનો દોષ એ જ પર્યાયદષ્ટિ છે. પર્યાય તો ઊભી રહે છે, તે કાંઈ નુકસાન નથી કરતી, પણ પર્યાયષ્ટિ નુકસાન કરે છે. પોતાની (સ્વની ) દષ્ટિ-શ્રદ્ધા થઈ એટલે આખું પરિણમન-ચક્ર ફરી ગયું, આખી દિશા બદલાઈ ગઈ. પહેલાં આખી દિશા પરદ્રવ્ય તરફ હતી તે સ્વદ્રવ્ય તરફ આવી ગઈ. દષ્ટિ બદલાણી એટલે અનંતો સંસાર છૂટી ગયો. હવે થોડો વિભાવ રહે છે, પણ આખી દિશા બદલાઈ ગઈ. ૬૦૨.
પ્રશ્ન:- શું જ્ઞાનીના બધા ભાવો જ્ઞાનમય છે અને અજ્ઞાનીના બધા ભાવો અજ્ઞાનમય છે?
સમાધાનઃ- જ્ઞાનીની દૃષ્ટિ બદલાઈ ગઈ છે એટલે તેના બધા ભાવો જ્ઞાનમય છે. જ્યારે અજ્ઞાનીની દૃષ્ટિ આખી ઊંધી છે તેથી તેના જેટલા ભાવો થાય છે તે બધા
અજ્ઞાનમય છે. અજ્ઞાનીના શુભભાવમાં પણ અંદરમાં ભ્રાન્તિ ભેગી હોય છે. (આ પણ વિભાવ છે એમ ) સમજતો નથી એટલે એકત્વબુદ્ધિ કરતો જાય છે. (અને તે કારણે ) જે નથી સમજતો તેના બધા ભાવો અજ્ઞાનમય છે. જ્યારે યથાર્થપણે દષ્ટિ બદલાઈ જાય-ભેદજ્ઞાન થાય-ત્યારે જ જ્ઞાનમય ભાવો કહેવાય છે. ત્યાં સુધી જિજ્ઞાસાની ભૂમિકામાં પણ જ્ઞાનમય ભાવ કહી શકાતા નથી. કારણ કે એકત્વબુદ્ધિ છે. જિજ્ઞાસુને રસ મંદ પડયો છે, પણ બધા જ્ઞાનમય ભાવ કયારે થાય ? કે જ્યારે ભેદજ્ઞાનની જ્ઞાતાપણાની ધારા થાય ત્યારે બધા ભાવો જ્ઞાનમય થાય. ત્યાં સુધી બધા ભાવો, એકત્વબુદ્ધિરૂપ છે માટે, અજ્ઞાનમય કહેવામાં આવે છે. જિજ્ઞાસુ છૂટવાની ભાવના કરે છે, પણ હજી એકત્વ પરિણતિ થઈ રહી છે, એકત્વબુદ્ધિ છે અને દિશા પલટાણી નથી. જો દૃષ્ટિનો એક ઘડો સવળો થાય તો બધા (ભાવના ) ઘડા સવળા થાય. એક દૃષ્ટિનો ઘડો ઊંધો થતાં બધા ઘડા ઊંધા થાય છે. ૬૦૩. પ્રશ્ન:- નિયમસારના પરમાર્થ પ્રતિક્રમણ અધિકારની પહેલી પાંચ ગાથામાં પ્રથમ કહ્યું કે નારક નહિ, તિર્યંચ નહિ, પછી કહ્યું કે ભેદજ્ઞાનના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત્ર બને. તો શું સમ્યગ્દર્શન થયા પછી પણ ભેદજ્ઞાન ભાવવાનું? સમાધાનઃ- હા, સમ્યગ્દર્શન થયા પછી પણ ભેદજ્ઞાન ભાવવું. ભેદજ્ઞાનના અભ્યાસથી માધ્યસ્થ થઈ ચારિત્ર બને. ભેદજ્ઞાનમાં સમ્યગ્દર્શન થાય છે, ચારિત્ર પણ તેમાં થાય છે અને કેવળજ્ઞાન પણ તેમાં થાય છે-બધું તેમાં થાય છે. પ્રથમ ભેદજ્ઞાનના બળથી સમ્યગ્દર્શન અને પછી તેના જ બળમાં ચારિત્ર થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com