________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[૩૩૩ મુમુક્ષુની દશામાં (પ્રથમ) તે નક્કી કરે કે હું સ્વભાવે નિર્મળ છું. સાથે ભેદજ્ઞાનનો અભ્યાસ કરે કે હું જુદો છું. આમ એકત્વબુદ્ધિથી છૂટવાનો પ્રયત્ન કરે. પ્રયત્ન અને દૃષ્ટિ સાથે હોય છે, અને ભાવનામાં પણ એમ હોવું જોઈએ. પ્રથમ જેવો સ્વભાવ છે તેવો જ ગ્રહણ કરે, પછી પર્યાયમાં અધૂરાશ ને અશુદ્ધતા છે તે બધાને ટાળીને શુદ્ધતાનો પ્રયાસ કરે છે. ૫૯૪. પ્રશ્ન:- પર્યાય ન માનતાં શું દષ્ટિનું બળ વધી જતું હશે ? સમાધાન:- પર્યાય નથી એમ કરવાથી કાંઈ દષ્ટિનું બળ વધી જાય છે એવું નથી. જેમ છે તેમ યથાર્થ જાણે તો દષ્ટિનું બળ વધે છે. દ્રવ્યદૃષ્ટિના વિષયમાં પર્યાય નથી એટલે પર્યાય વસ્તુ જ નથી, એ કાંઈ યથાર્થ નથી. દષ્ટિના વિષયમાં પર્યાય આવતી નથી, ધ્યેય એક દ્રવ્ય ઉપર છે તેની દષ્ટિમાં પર્યાય નથી એટલે પર્યાય જ નથી એમ નથી. પ૯૫. પ્રશ્ન- જ્ઞાની વારંવાર તેની મેળાએ અંદર ચાલ્યા જાય છે? સમાધાન - તેમાં પ્રયત્ન છે, પણ તે પ્રયત્ન સહજ થઈ જાય છે. કોઈ કરી દેતું નથી કે કાંઈ પરાણે કરવું પડતું નથી, પ્રયત્ન સહજ છે. પોતાના ઘર તરફ પોતે
સ્વભાવિક રીતે દોડીને જાય છે. ૧૯૬. પ્રશ્ન:- જ્ઞાનીને અંતરમાં એકદમ શાંતિ મળે છે તો બહાર નીકળે છે શું કામ ? એકદમ શાંતિ મળી ગઈ પછી આકુળતામાં કેમ આવે છે? સમાધાન - તેટલો પુરુષાર્થ નથી એટલે બહાર નીકળી જાય છે અને અનાદિના જે વિભાવો પડ્યા છે તેમાં જોડાઈ જાય છે. હજી વિભાવો પડેલા છે, તે ક્ષય થયા નથી, તેમ જ અંદર તેટલો પુરુષાર્થ નથી એટલે અંદર ટકી શકાતું નથી ને બહાર આવી જાય છે. પ૯૭. પ્રશ્ન- સત સરળ, સુગમ છે; પણ કોઈ માર્ગ દેખાડે તો થાય ને? સમાઘાન- સત્ સરળ અને સુગમ છે. દેખાડનાર દેખાડે, પણ જોવાનું તો પોતાને જ છે ને? પોતે જુએ નહિ તો ગમે તેટલું દેખાડે તો પણ જોઈ શકતો નથી.
પોતે જોવાની તૈયારી કરે તો જોઈ શકે છે. દેખાડનાર દેખાડે,–ગુરુદેવે ઘણું દેખાડ્યું છે પણ જેની જેટલી તૈયારી હોય તેટલું ગ્રહણ કરે છે. બધા એક જાતનું ગ્રહણ કરી શકતા નથી. તૈયારી પોતાને જ કરવાની છે. પ૯૮.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com