________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૨]
[સ્વાનુભૂતિદર્શન પરંતુ જ્ઞાયકની ઉગ્રતામાં પુરુષાર્થ આવી જાય છે. જ્ઞાતા એટલે પર્યાય છે એમ જાણું અર્થાત્ જાણપણું કર્યું કે પર્યાય છે તેથી પુરુષાર્થ આવી જાય એમ નહિ, પરંતુ જ્ઞાતાધારાની તીક્ષ્ણતા કરે તો તેમાં પુરુષાર્થ આવી જાય છે. હું જ્ઞાયક છું એમ જ્ઞાતાધારાની ઉગ્રતા કરી લીનતા કરે તો તેમાં પુરુષાર્થ આવી જાય છે. હું દ્રવ્ય જ્ઞાયક છું એમ જ્ઞાયકને જ્ઞાયકરૂપે રાખવા માટે તથા જ્ઞાયકની પરિણતિ દઢ કરવા માટે અર્થાત્ જ્ઞાતાધારાની ઉગ્રતા કરવા માટે જ્ઞાની પુરુષાર્થ કરે છે. બહાર જતો ઉપયોગ તે વિભાવ પરિણતિ છે તેનાથી પોતે છૂટો પડીને અંતરમાં સ્વરૂપ તરફ લીનતા કરવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનીનું જાણવું એટલે માત્ર જાણી લેવું તેમ નહિ, પણ પુરુષાર્થપૂર્વકનું જાણવું છે. પ૯૨. પ્રશ્ન:- દ્રવ્ય અને પર્યાય એ બે વચ્ચેની રમત જ સમજાતી નથી ? આમ કરવા જઈએ તો નિશ્ચયાભાસી થવાય છે અને આમ કરવા જઈએ તો વ્યવહારાભાસી થઈ જવાય છે? સમાધાન - તે બધું વિકલ્પાત્મક છે એટલે એમ થાય છે, પણ સહજ હોય તેને એમ થતું નથી. વિકલ્પથી નિર્ણય કરવા જાય તો એક વિકલ્પ છૂટે અને બીજો ઉત્પન્ન થાય. જો સહજ હોય તો એમ થતું નથી. જ્ઞાયકની પરિણતિ સહજ થાય તો એક (દ્રવ્ય) ગ્રહણ થાય અને એક (પર્યાયનું જ્ઞાન) છૂટી જાય તેમ થતું નથી. તે દ્રવ્યને ગ્રહણ કરે છે, પર્યાયમાં પુરુષાર્થ રહે છે; પરંતુ વિકલ્પાત્મક પ્રયત્ન થાય છે એટલે દ્રવ્યનો વિચાર કરતાં પર્યાય છૂટી જાય છે, પણ તેની સંધિ યથાર્થ વિચારીને નક્કી કરવી જોઈએ. દ્રવ્યદૃષ્ટિ અને પર્યાયમાં પુરુષાર્થ એ બંનેની સંધિ કરવા જેવી છે. એકને ગ્રહણ કરવા જાય અને બીજું છૂટી જાય તો એકલું નિશ્ચયાભાસ થઈ જાય છે. દ્રવ્યદૃષ્ટિ થાય નહિ તો મોક્ષમાર્ગ જ પ્રગટ થતો નથી. પ૯૩. પ્રશ્ન- પહેલાં દ્રવ્યદષ્ટિ હોય કે પહેલાં વ્યવહાર હોય ? સમાધાન - જ્યાં દ્રવ્યદષ્ટિ મુખ્ય ને યથાર્થ હોય ત્યાં યથાર્થ વ્યવહાર આવી જાય છે. દ્રવ્યદષ્ટિની સાથે યથાર્થ વ્યવહાર રહેલો છે. જો તે છૂટી જાય તો દષ્ટિ જ સમ્યક નથી. સમ્યગ્દષ્ટિ-યથાર્થદષ્ટિ હોય તેની સાથે યથાર્થ જ્ઞાન અને યથાર્થ
સ્વરૂપરમણતા હોય છે. જ્ઞાયક ઉપર દષ્ટિ ગઈ એટલે પૂર્ણ મુક્તિ અને પૂર્ણ વેદન થઈ જતું નથી, પણ હજી અધૂરાશ છે અને ત્યાં સુધી વ્યવહાર હોય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com