________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬ ]
[સ્વાનુભૂતિદર્શન આમ બધે ભેદજ્ઞાન જ છે. પહેલેથી ઠેઠ સુધી ભેદજ્ઞાન સિવાય બીજો કોઈ માર્ગ નથી. માર્ગ તો સીધો અને સરળ છે; પણ અનાદિના અભ્યાસને લઈને તે મોંઘો થઈ પડ્યો છે. માર્ગ કાંઈ આડો અવળો નથી, બહારમાં આટલાં કાર્યો કરવા એવું તેમાં નથી, બધું અંતરમાં કરવાનું છે. પહેલેથી છેલ્લે સુધી એક જ માર્ગ છે. ભેદજ્ઞાનના અભ્યાસથી સંવર, પ્રત્યાખ્યાનાદિ બધું પ્રગટ થાય છે. અનાદિથી એકત્વબુદ્ધિ છે એટલે તેને ભેદજ્ઞાન પ્રથમ સહજ થતું નથી, વિચાર આવીને છૂટી જાય છે. સહજ પરિણતિ નથી તેથી ભેદજ્ઞાનને ઉપયોગમાં લાવે ત્યાં ઉપયોગ છૂટી જાય છે. આ રીતે ઉપયોગ વારેવારે ફર્યા કરે છે ને તેને સ્થિરતા થતી નથી, શ્રદ્ધાનું બળ તેટલું ટકતું નથી. પરિણતિ સહજ થઈ નથી એટલે પ્રથમ ભૂમિકા તેને વિકટ લાગે છે. ૬૦૪. પ્રશ્ન- આત્માર્થી કે જેને ખરેખર આત્માર્થ પ્રગટ થયો છે તે “મને ભવ નથી ? તેમ નિ:શંકપણે નક્કી કરી શકે ? સમાઘાન - આત્માર્થી પોતે નક્કી કરી શકે; સમ્યગ્દર્શન થયા પહેલાં પણ પોતાની એવી જાતની હૂંફ આવે તો પોતે નક્કી કરી શકે છે. પોતાની ભાવના અને પોતાની આત્માર્થતા ઉપરથી એવો કોઈ પાત્ર જીવ હોય તો નક્કી કરી શકે છે. ૦૫. પ્રશ્ન- જ્ઞાની પરિણમનની અપેક્ષાએ વિકારનો કર્તા-ભોક્તા છે ? સમાધાન - જ્ઞાની પરિણમનની અપેક્ષાએ કર્તા-ભોક્તા છે, પણ તેને સ્વામિત્વ બુદ્ધિ નથી. માટે કર્તા-ભોક્તા નથી એમ કહ્યું છે. છતાં અસ્થિરતામાં રાગાદિ છે. ૬O6. પ્રશ્ન- કોઈપણ પર્યાયની યોગ્યતા લેવામાં પ્રમાણ આવે એવું લાગે છે તો પુરુષાર્થની ખામી લેવી બરાબર છે? સમાધાન:- ( એકાંતે) યોગ્યતા લેવામાં પ્રમાદ આવી જાય છે. જે થવાનું હશે તે થશે, તેની એવી યોગ્યતા છે એમ બચાવ તરફનાં પડખાં લેતાં તો જીવને જરાય વાર લાગતી નથી. કાર્ય થાય નહિ તો બચાવનાં પડખાં એકદમ આવી જાય છે. પણ પુરુષાર્થ તરફ જાય તો તેને ખટક રહે કે મારે જ કરવાનું છે, મારા પ્રમાદના કારણે જ રોકાણો છું, પ્રમાદ છે માટે જ આગળ જવાતું નથી, એટલી લગની લાગી નથી માટે આગળ જણાતું નથી. શ્રીમદ્જીમાં આવે છે ને? જીવને અટકવાનાં ઘણાં સ્થાનો હોય છે, જીવ ગમે ત્યાં અટકી જાય છે.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com