________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન
૩૩૪ ]
પ્રશ્ન:- વૃદ્ધાવસ્થાનો અને મરણનો ભય લાગે છે તેનું કારણ શું?
સમાધાનઃ- વૃદ્ધાવસ્થા કે મરણ ભયનું કારણ નથી, પોતાના શરીરનો રાગ છેએકત્વબુદ્ધિ છે એટલે ભય લાગે છે. શરીરમાં વૃદ્ધાવસ્થા આવે તે કોઈને પાલવતું નથી અને મરણનો ભય લાગે છે-મરણ કોઈને ગમતું નથી તેનું કારણ અજ્ઞાન છે. જ્યાં સુધી ભવનો અભાવ થતો નથી ત્યાં સુધી શરીર ધારણ કરે, પણ પોતાને શ૨ી૨ સાથે એકત્વબુદ્ધિનો રાગ છે એટલે ભય લાગે છે. તેની એકત્વબુદ્ધિ એવી છે કે શરીરથી છૂટું પડવું ગમતું નથી, એટલે તેને ભય લાગે છે. વૃદ્ધાવસ્થા કે મરણ ભય કરાવતું નથી પણ પોતે અજ્ઞાનને લઈને ડરે છે. ૫૯૯.
પ્રશ્ન:- શરીરકા સ્વતંત્ર પરિણમન અંદર બૈઠતા નહીં હૈ? સમજમેં ભી નહીં આતા હૈ?
સમાધાનઃ- સમજનેકા અભ્યાસ કરના. શરીર જડ-પુદ્ગલ હૈ, મૈં જાનનેવાલા હું. શરીરકા સ્વભાવ સ્વતંત્ર હૈ, વિકલ્પ અપના સ્વભાવ નહીં હૈ, મૈં ચૈતન્ય જ્ઞાયક સ્વભાવ હું-ઔર ઇસમેં શાંતિ આનંદ ભરા હૈ. ઇસકા બારંબાર વિચાર કરના. બૈઠતા નહીં હૈ તો બૈઠનેકા અભ્યાસ કરના, બારંબાર વિચાર કરના. સ્વભાવ દષ્ટિસે પીછાનનેકા વિચાર કરના.
જૈસે સ્ફટિક નિર્મલ હૈ પૈસે મૈં નિર્મલ હૂં, પાનીકા સ્વભાવ નિર્મલ હૈ વૈસે મૈં નિર્મલ હૂં. પાનીમેં મલિનતા બહા૨સે આતી હૈ-કાદવ કી વજસે આતી હૈ ઐસે યહ સંકલ્પ-વિકલ્પ વિભાવ હૈ, અપના સ્વભાવ નહીં હૈ, ઉસસે ભેદજ્ઞાન
કરના. ૬૦૦.
પ્રશ્ન:- દ્રવ્યદષ્ટિ થયા વગર શું પર્યાયનો આશ્રય છૂટતો નથી ?
સમાધાનઃ- દ્રવ્યદષ્ટિ પ્રગટ કરે તો પર્યાયનો આશ્રય છૂટે અને પર્યાયનો આશ્રય જેને છૂટે તેને દ્રવ્યદષ્ટિ પ્રગટ થાય. દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ કરે તો જ પર્યાયષ્ટિ છૂટે. મુખ્ય દ્રવ્ય છે, પછી (જ્ઞાનમાં ) પર્યાય ઊભી રહે, પણ પર્યાયની દષ્ટિ છૂટી જાય. ૬૧.
પ્રશ્ન:- પર્યાયનું પરિણમન ચાલુ રહે તો પણ પર્યાયદષ્ટિ છૂટી જાય?
સમાધાનઃ- પર્યાયનું પરિણમન ચાલુ જ રહે, પણ પર્યાયષ્ટિ છૂટી, દૃષ્ટિ દ્રવ્ય ઉપર આવી જાય. પછી તે પરિણમન અમુક અંશે શુદ્ધ થઈ જાય ને અમુક અંશે વિભાવરૂપ રહે છે. દ્રવ્ય ઉ૫૨ દષ્ટિ બદલાણી એટલે અંશે શુદ્ધરૂપે પરિણમન થઈ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com