________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૨૫૪]
તે ધ્યેય આવવાનું જ છે. ભાવના ભલે સમ્યગ્દર્શનની કરતો હોય; પણ તે સમ્યગ્દર્શનની પર્યાય જે પ્રગટ થાય છે તેમાં પૂર્ણતાનું ધ્યેય અને પૂર્ણતાનો આશ્રય સાથે આવે છે. ૪૬૫
પ્રશ્ન:- ૫૨માગમસારના એક બોલમાં આવે છે કે ‘અધ્ધરથી વિકલ્પો ચાલ્યા કરે ’ તો તેનો અર્થ શું છે?
સમાધાનઃ- પોતે જ્યાં રોકાતો હોય ત્યાં એ જાતના સમાધાન માટેના વિકલ્પો આવ્યા કરે. જ્યાં જ્યાં પોતાને શંકા પડતી હોય તેના વિચારો તેને આવ્યા કરે. સાંભળી લીધું અને જાણી લીધું પણ અંતરમાંથી તેને જે બેસવું જોઈએ તે અંદર ઊંડાણથી બેસે નહિ ત્યાં સુધી તેને લગતા, પોતાને સમાધાન થાય એવી જાતના વિચારો તેને આવ્યા કરે. જેને માટે તેને શંકા રહેતી હોય તેનો વારંવાર વિચાર કરીને તેની દઢતા પોતે ને પોતે કર્યા કરે.
મુમુક્ષુઃ- સમાધાન ન થાય ત્યાં સુધી તેને વિકલ્પો વળગ્યા જ રહે?
બહેનશ્રી:- સમાધાન ન થાય ત્યાં સુધી વિચારો આવ્યા જ કરે. વિભાવ કઈ રીતે છે? રાગ થાય છે તે શું છે? તેનાથી જુદો કેવી રીતે છે? એવા અનેક જાતના વિચારો તેને આવે. છેલ્લો ક્યો વિકલ્પ ? તેનો કાંઈ નિયમ નથી, આત્માને લગતા વિચારો હોય. વિકલ્પો છૂટવા ટાઈમે જે વિકલ્પ હોય તે વિકલ્પથી (વિકલ્પના કારણે) છૂટતો નથી, પોતાની પરિણતિથી છૂટે છે-દ્રવ્યના આશ્રયે છૂટે છે. ૪૬૬.
પ્રશ્ન:- ‘ગુરુદેવશ્રીનાં વચનામૃત ' માં આવે છે કે ‘પર્યાયષ્ટિ એ સંસાર છે અને દ્રવ્યદષ્ટિ એ મોક્ષ અને વીતરાગતા છે.' તો શું પર્યાયષ્ટિમાં આવી સજા? શું ચીભડાંના ચોરને ફાંસીની સજા?
,
સમાધાનઃ- એવું નથી. પર્યાયષ્ટિ તે સંસાર છે, તેમાં ચીભડાંના ચોરને ફાંસીની સજા જેવું નથી. અનાદિકાળથી પર્યાય ઉપર જ દૃષ્ટિ રાખી છે. પર્યાય એક પછી એક ક્ષણે ક્ષણે પલટાય છે, એના ઉપર જ દૃષ્ટિ રાખી છે. અને જે શાશ્વત દ્રવ્ય છે તે દ્રવ્યને ઓળખતો નથી. દ્રવ્ય ઉપર દૃષ્ટિ નથી, પર્યાય ઉપર દૃષ્ટિ છે એટલે સંસાર છે. તે ચીભડાંના ચોર જેવો નથી, પણ સમજ્યા વગરની મોટી ભ્રાન્તિમાં પડેલો છે. તે મોટો દોષ છે, નાનો દોષ નથી. આખા દ્રવ્યને ભૂલી ગયો છે. અર્થાત્ પોતાનું મૂળ સ્વરૂપ-મૂળ રાજા છે તેને ભૂલી ગયો છે અને બહાર ઉપર ઉપર પર્યાય છે તેને ગ્રહણ કરી છે તે મોટો દોષ છે. પોતાનો મહિમાવંત જે સ્વભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com