________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૨૫૭
શુભભાવ છે, હજી અંદરમાં કરવાનું બાકી છે. શુભ-અશુભ બંને વિકલ્પથી રહિત
વિકલ્પથી અતિક્રાન્તની-દશા હજી મારે પ્રગટ કરવાની બાકી છે. શાસ્ત્રમાં આવે છે ને? કે તારાથી ન બની શકે તો શ્રદ્ધા તો બરાબર કરજે કે મારે હજી ઘણું કરવાનું બાકી છે. એમ માનીશ તો તને અંદરથી પુરુષાર્થ કરવાનો અવકાશ રહેશે; પણ શુભભાવ કરીને તું એમ માની લઈશ કે મેં ઘણું કર્યું તો આગળ જવાનો અવકાશ નહિ રહે. આ બધા વિકલ્પોથી પાર–આ બધાથી અતિક્રાન્ત-થઈને અંતરમાં જવાનું છે. ૪૭૨.
પ્રશ્ન:- આત્મપ્રાપ્તિ કરવામાં ધીરજ ન ખૂટે અને તીવ્ર લગની થાય તેના માટે કેવા પ્રકારનો પ્રયાસ કરવો જોઈએ ?
સમાધાનઃ- આ એક જ પ્રયાસ કરવાનો છે. અનાદિકાળથી અભ્યાસ બધો બહારનો છે તેથી અંદરમાં ઊતરવા માટેનો પ્રયાસ કરવાનો છે. આત્માને ઓળખવાનો જ પ્રયાસ કરવાનો છે. તે વિચારમાં ઝાઝો ટકી ન શકે તો શાસ્ત્રસ્વાધ્યાય કરે, તેમાં ન ટકી શકે તો શ્રવણ કરે. આમ શુભભાવના પ્રકારને બદલ્યા કરે, પણ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી શુભમાં રહે, છતાં ભાવના તો શુદ્ધની રાખે. કરવાનું તો આ જ છે. ધ્યાન કરે તો તેમાં શાંતિ લાગે, પણ અંતરની શાંતિ તો જુદી જ છે.
વિકલ્પની જાળથી છૂટીને અંતરમાંથી જે આત્મા પ્રગટ થાય છે તે આત્મા જાગૃત છે. અન્યમતિ કહે છે કે વિકલ્પ છૂટતાં આત્મા શૂન્ય થઈ જાય છે, પણ તેમ નથી. વિકલ્પ તૂટતાં વિશેષ જાગૃત થાય છે. આત્મામાં અનંતા ગુણો ભર્યા છે. ચૈતન્ય તત્ત્વમાં અનંતતા ભરેલી છે. તે આનંદાદિ અનંત ગુણોનું વેદન તેને સ્વાનુભવમાં થાય છે. હું વિકલ્પ છોડું, વિકલ્પ છોડું એમ કર્યા કરે તો વિકલ્પ છૂટતા નથી. પોતાની અંતરની યોગ્યતા પ્રગટ થાય તો વિકલ્પ છૂટી જાય છે. વિકલ્પથી અતિક્રાન્ત થઈ સ્વાનુભૂતિની દશા પ્રાપ્ત થાય છે ત્યારે જ ખરી શાંતિ થાય છે.
જ્યાં સુધી ખરી શાંતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ભેદજ્ઞાનનો અભ્યાસ કરવો કે આ જે વિકલ્પ આવે છે તેનાથી હું જુદો છું. ક્ષણે ક્ષણે આ જ અભ્યાસ કર્યા કરે કે આ જે શુભાશુભ ભાવો આવે છે તેનો જાણનાર હું જુદો છું. પ્રયાસની શરૂઆત ભેદજ્ઞાનના અભ્યાસથી થાય છે. ગમે તે વિકલ્પ આવે, શુભભાવ આવે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com