________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[૨૮૫ પોતાની આળસને કારણે પોતાને માર્ગ મળતો નથી. ગુરુદેવ કહે છે કે કોઈ કોઈનું કરતું નથી. ભગવાનની વાણીમાં ઉપદેશના ધોધ વહે છે. તેમાં ચૌદ બ્રહ્માંડનું સ્વરૂપ આવે છે. તો પણ કરવાનું તો પોતાને જ રહે છે. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. પોતાના દ્રવ્ય-ગુણ-પર્યાય સ્વતંત્ર છે ને બીજાના દ્રવ્ય-ગુણ-પર્યાય પણ સ્વતંત્ર છે. પોતાની ભૂલથી પોતે રખડ્યો છે અને પોતાના પુરુષાર્થથી પોતે સાચો માર્ગ પામી શકે છે. પોતાની અનુભૂતિ પોતે જ કરી શકે છે. ગુરુદેવે માર્ગ સ્પષ્ટ કરીને બતાવ્યો છે. તું અંદરમાં આત્મા છો તેનું ભેદજ્ઞાન કર, તેની દષ્ટિ કર ને ત્યાં જા. શરીર જુદું ને આત્મા જુદો એમ નિશ્ચય કર તથા અંદરથી યથાર્થપણે જુદો થવાનો પ્રયત્ન કર. વિકલ્પની જાળ ચાલે છે તેનાથી પણ તારો સ્વભાવ જુદો છે. તે પ્રયત્ન કર, પ્રયત્ન કરવાથી કાર્ય થાશે. ગુરુદેવે માર્ગ બતાવ્યો છે; પણ કરવાનું પોતાને છે, કોઈ કરી દેતું નથી. અનંતા તીર્થંકર થઈ ગયા તે બધાએ માર્ગ બતાવ્યો; પણ કોઈ કરી દેતું નથી. જો કોઈ કરી દે તો પોતે સ્વતંત્ર દ્રવ્ય ન રહે ને પરાધીન થઈ જાય. જન્મ-મરણ કરનારો પણ પોતે જ છે અને મોક્ષે જનારો પણ પોતે જ છે, બીજું કોઈ કરી દેતું નથી.
| ‘નિજ નયનની આળસે રે, મેં નીરખ્યા ન નયણે હરિ ”
ભગવાન પોતાની પાસે જ છે, પોતે જ છે, છતાં પોતાની આળસને કારણે તેને જોતો નથી. પોતે આંખ ખોલીને જોતો નથી ને સૂતો છે એ આશ્ચર્યની વાત છે. પુરુષાર્થ કરે તો મળ્યા વગર રહે નહિ, કારણ આપે તો કાર્ય પ્રગટે. ૪૯૨. પ્રશ્ન- ચૈતન્યમાંથી પરિણમેલી ભાવના અજ્ઞાનીને માટે લઈ શકાય? અને લઈ શકાય તો કેવી રીતે ? સમાધાન - પહેલાં તેને પોતાની યોગ્યતા તૈયાર થાય છે. તે યોગ્યતા કહેવાય તો વ્યવહાર, તેને કાંઈ નિશ્ચય લાગુ ન પડે. છતાં પણ એવી એક જાતની યોગ્યતા તૈયાર થાય છે. જેમ ગુરુદેવ કહે છે ને? કે પહેલાં દેશનાલબ્ધિ થાય. ગુરુની વાણી સાંભળતાં તેને અંતરમાં એમ થાય કે ગુરુ કાંઈક જુદું જ તત્ત્વ કહે છે. એવી કંઈક અપૂર્વતા ભાસી જાય છે. ભલે તે શુભભાવ છે; પણ તેની સાથે કંઈક ઊંડપ આવી જાય છે. આ વિકલ્પથી પણ કંઈક જુદું તત્ત્વ ગુરુ કહેવા માગે છે એવી તેને અપૂર્વતા ભાસી જાય તો તેને દેશનાલબ્ધિ પ્રથમ થાય અથવા એવી
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com