________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪].
[સ્વાનુભૂતિદર્શન પુરુષાર્થધારા દિવસ ને રાત નિરંતર ચાલ્યા કરે, તેનો પુરુષાર્થ એકદમ ઉગ્રપણે હોય ને તેમાં તેને તૂટ પડે નહિ એવી જાતનો અપૂર્વ પુરુષાર્થ કરે તો છે મહિનામાં કાર્ય થયા વગર રહેતું નથી. વારંવાર વિચારો ફેરવીને ભેદજ્ઞાનનો અભ્યાસ કરે, વારંવાર નિર્ણયની દઢતાપૂર્વક હું આ જ છું, મારું અસ્તિત્વ આ જ છે, શરીરનું અસ્તિત્વ તે હું નથી એવો બરાબર નિશ્ચય કરી વારંવાર ભેદજ્ઞાનનો પ્રયાસ કરે તો કામ થાય. વારંવાર હું જુદો-છું-જુદો છું એમ પ્રયાસ કરે; નિરંતર દિવસ ને રાત તેને ક્યાંય શાંતિ ન થાય એવી રીતે ઉગ્રપણે પુરુષાર્થ કરે; એક દિવસ વિચાર કરી લીધો, નિર્ણય કરી લીધો ને પછી પ્રયાસ છોડી દીધો-પુરુષાર્થ ન કરે એમ નહિ, પરંતુ વારંવાર તેનો પુરુષાર્થ ચાલુ જ રહે; પુરુષાર્થ મંદ પડે તો વારંવાર તીવ્ર કર્યા કરે; છૂટી ન જાય એવી રીતે પુરુષાર્થ નિરંતર ચાલ્યા કરે; જાગતાં-સૂતાં-સ્વપ્નમાં પણ તેને એક જ લગની હોય તથા આત્મા જુદો કેમ જણાય એવી તેની ઉગ્ર ભાવના ને ઉગ્ર પુરુષાર્થ હોય તો છ મહિનામાં આત્મપ્રાતિ થયા વગર રહે નહીં. કોઈને એકદમ થાય તો જઘન્ય અંતર્મુહૂર્તમાં થાય, નહીંતર વધારેમાં વધારે છ મહિના આચાર્યદેવે કહ્યા છે.
છ મહિના સુધી એકધારાએ પુરુષાર્થ કરે તો થાય. સમ્યગ્દર્શન થયા પછી તો સહજપણે સહજધારાએ ભેદજ્ઞાન ચાલ્યા જ કરે છે; પણ તે પહેલાં આત્મા ઉપર દષ્ટિ ને ભેદજ્ઞાનની ધારા તેને હોતી નથી, માટે વારંવાર પુરુષાર્થ કરે છે. પ્રથમ ભૂમિકા વિકટ હોય છે, પણ ઉગ્ર પુરુષાર્થ કરે તો થયા વગર રહેતું નથી. પુરુષાર્થ કરનારને વારંવાર તેની લગની લાગી હોય તો અંતરમાંથી આત્મા જાગ્યા વગર રહેતો નથી, અનુભૂતિ થયા વગર રહેતી નથી.
પૂજ્ય ગુરુદેવે માર્ગ સ્પષ્ટ કર્યો છે. ગુરુદેવનો પરમ ઉપકાર છે. તેમણે વસ્તુનું સ્વરૂપ ચારે બાજુથી સ્પષ્ટ કરીને બતાવ્યું છે, નિર્ણય કરવામાં કાંઈ મુશ્કેલી પડે તેમ નથી. નિશ્ચય-વ્યવહારની સંધિ ચારે બાજુથી સમજાવી છે, કરવાનું પોતાને છે. આત્મપ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શાયકની રુચિ-પ્રયાસ-લગની યથાશક્તિ કરે. ૪૯૧. પ્રશ્ન- આપ અમૃતનાં ભોજન જમો છો અનુભવ કરો, તો અમોને પણ તેનો સ્વાદ ચખાડો ને? અમે પુરુષાર્થ ઘણો કરીએ છીએ તો પણ કાર્ય આવતું નથી ? સમાધાનઃ- પુરુષાર્થ કરવા છતાં માર્ગ મળે નહિ તેવું બને નહિ. પુરુષાર્થ કરતો નથી એટલે માર્ગ મળતો નથી. કારણ આપે તો કાર્ય આવ્યા વગર રહેતું નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com