________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૧૪]
[ સ્વાનુભૂતિદર્શન કરવો. ગુરુનું સાન્નિધ્ય મળે અને નિકટ રહેવાનું મળે તે મહાભાગ્યની વાત છે. ગુરુની સમીપ તેમની આજ્ઞામાં રહેવાનું બને, તેમનો આશ્રય મળે, તેમની ભક્તિ, સેવા કરવાનું મળે, હૃદયથી તે રીતે અર્પણતા હોય અને નજીક સમાગમ મળે તે મહાભાગ્યની વાત છે. તેમની સમીપ રહેવાનો કે તેમનો સમાગમ ન મળે તો ગુરુએ આજ્ઞા કહી તે હૃદયમાં રાખીને, ગ્રહણ કરીને વર્તે તો તેણે ગુરુના ચરણકમળને જ ગ્રહણ કરેલ છે. ૫૪૯. પ્રશ્ન- દ્રવ્ય ઉપર દષ્ટિ જવાથી પુરુષાર્થને વેગ મળે ? સમાધાન- હા, દષ્ટિમાં નિશ્ચય છે કે હું શુદ્ધાત્મા છું, તેથી પુરુષાર્થને વેગ મળે છે. પણ સાથે પર્યાયમાં એમ જાણે કે મારે કરવાનું કાંઈ નથી તો પુરુષાર્થને વેગ મળતો નથી. દષ્ટિ સ્થિર થઈ, પણ પર્યાયમાં શુદ્ધતા પ્રગટ કરવાની બાકી છે એમ જાણે તો પુરુષાર્થને વેગ મળે છે. દષ્ટિમાં સ્થિરતા અને જ્ઞાનમાં જાણે કે હજી વિભાવ છે તેને ટાળવાનો છે-તો પુરુષાર્થને વેગ મળે છે. પ૫૦. પ્રશ્ન- સતપુરુષ મળે તેવી ઇચ્છા ઘણી હોય, પણ સંયોગ એવા હોય કે મળે નહિ. તેમાં પુરુષાર્થની ખામી નથી આવતી ? સમાધાનઃ- બહારથી સત્પુરુષ મળે તે પુણ્યનું કારણ છે. તેઓ પુરુષાર્થથી મળતા નથી. પુરુષાર્થ તો ચૈતન્યમાં કામ કરે છે. ચૈતન્ય પોતે સ્વતંત્ર છે. તેમાં સ્વભાવ પ્રગટ કરવો તે પોતાના હાથની વાત છે ને સત્પુરુષ મળવા તે પુણ્યનો પ્રકાર છે, તેવી જાતનાં પુણ્ય હોય તો યોગ મળી જાય છે, પણ પુરુષાર્થ કરવાથી મળતા નથી. પોતે ભાવના ભાવે ને એવી જાતનું પુણ્ય બંધાઈ જાય તો સત્પુરુષ મળે છે. પુણ્ય તે જુદી વસ્તુ છે, અને અંદર આત્માને પ્રગટ કરવો તે જુદું છે. સતપુરુષ મળવા તે પુણ્યનું કારણ છે. ૫૫૧. પ્રશ્ન- સત્પુરુષ ન મળવા તે પાપનું કારણ છે ? સમાધાન- સતપુરુષ ન મળવા તે પોતાનો એવી જાતનો પુણ્યનો યોગ નથી, પાપનો ઉદય છે. આ પંચમકાળે જિનેન્દ્રદેવ-શાસ્ત્ર-ગુરુ મળવા તેની દુર્લભતા છે. સાક્ષાત્ દેવ-શાસ્ત્ર–ગુરુ ન મળવા તે પોતાના પુણ્યની ખામી છે. તેને એવી જાતના પાપનો ઉદય છે કે આ દુઃષમકાળમાં જન્મ થયો. પુણ્ય-પાપના કારણે સંયોગો છે, પોતાના હાથની વાત નથી પોતાની ભાવના હોય ને એવી જાતનાં પુણ્ય બંધાઈ જાય તો પુણ્યથી સત્પુરુષ મળે છે. પપર.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com