________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૨૩
સમાધાનઃ- દ્રવ્યદૃષ્ટિની અપેક્ષાએ દ્રવ્ય રાગથી સર્વથા ભિન્ન છે, સર્વથા જ ભિન્ન છે. અનાદિ-અનંત સર્વથા ભિન્ન છે. તેમાં બીજી કોઈ અપેક્ષા રહેતી નથી. જેમ સ્ફટિકમણિ સર્વથા નિર્મળ જ છે, પણ તેની પર્યાયમાં-વર્તમાન પરિણતિમાંલાલાશ છે તેમ ચૈતન્યદ્રવ્યના મૂળમાં-જ્ઞાયકમાં-સર્વથા અશુદ્ધતા પ્રવેશ પામી નથી, પણ તેની પર્યાયમાં અશુદ્ધતા છે તે તેના જ્ઞાનમાં હોય છે. દૃષ્ટિમાં શુદ્ધ જ્ઞાયક છે. દ્રવ્યમાં અશુદ્ધતા તો નથી, પણ અધૂરી-પૂર્ણ પર્યાયની અપેક્ષા તેમ જ કોઈ ભેદની અપેક્ષા પણ નથી. ૫૬૯.
પ્રશ્ન:- સ્વભાવ અપેક્ષાએ ક્ષયોપશમ જ્ઞાનથી ભિન્ન છું એમ લેવાય ?
સમાધાનઃ- હા, સ્વભાવ અપેક્ષાએ ક્ષયોપશમ જ્ઞાનથી ભિન્ન છું. ક્ષયોપશમ જ્ઞાન કર્મના નિમિત્તની અપેક્ષા રાખે છે, માટે તેવી અપેક્ષા પણ મારામાં નથી. હું તો જ્ઞાયક તે જ્ઞાયક છું. ૫૭૦.
પ્રશ્ન:- શુદ્ધ છું અને અશુદ્ધ છું એવા વિરુદ્ધભાવ એક જ સમયમાં બંને સાથે રહે? સમાધાનઃ- હા, સાથે રહે છે. એક જ સમયે બંને પ્રકારના ભાવ, વિચારીએ તો વિરોધી લાગે છતાં, સાથે રહે છે. એક દ્રવ્ય અપેક્ષાએ અને એક પર્યાય અપેક્ષાએ એમ બંને ભાવ સાથે રહે છે. એવું આશ્ચર્યકારી અચિંત્ય દ્રવ્ય છે. એકતા–અનેકતા, શુદ્ધતા-અશુદ્ધતા આદિ બધા ભાવ સાથે રહે છે. પર્યાય અપેક્ષાએ અશુદ્ધતા છે, શક્તિ અપેક્ષાએ શુદ્ધતા છે. અશુદ્ધતા મૂળ વસ્તુને હાનિ નથી પહોચાડતી, તેના વેદનમાં અશુદ્ધતા વેદાય છે. ૫૭૧.
પ્રશ્ન:- રાગના કર્તાપણાની બુદ્ધિ મટાડવાનું તેમ જ રાગ-દ્વેષ ન કરવા તે બે વાત જ્ઞાનમાં બેસી જાય છે; પણ શુદ્ધાત્માના આલંબન લેવાની વાતનો તો ભાવ જ સમજાતો નથી. તો પ્રયોગ કેમ કરવો ?
સમાધાનઃ- શુદ્ધાત્માનો આશ્રય લીધા વગર કર્તાપણું સાચું છૂટતું નથી. જે અકર્તાનો –શુદ્ધાત્માનો આશ્રય લે તે અકર્તારૂપે પરિણમે-જ્ઞાયકરૂપે પરિણમે અને ત્યારે તેને સાચું અકર્તાપણું આવે છે. તેને એમ થાય કે આ પરદ્રવ્યનો હું કર્તા નથી, રાગનું કર્તાપણું છોડું, પણ કર્તાપણું તેને છૂટતું નથી. શાયકનો આશ્રય લે ને અકર્તારૂપે પરિણમે તો જ કર્તાપણું છૂટે છે. પરદ્રવ્યનું કર્તાપણું અને રાગનું કર્તાપણું છોડવાનું તો સહેલું છે એમ તેને બુદ્ધિમાં લાગે. એમ વિચારમાં આવ્યા કરે કે હું ૫૨દ્રવ્યનો કે રાગનો કર્તા નથી, પણ તે વિચારમાં જ રહે છે, ને તેને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com