________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[સ્વાનુભૂતિદર્શન
૩૨૬ ]
એક ચૈતન્યતત્ત્વ છે કે જે કોઈ અપૂર્વ મહિમાવંત છે તેની મહિમા આવે-તથા શુભાશુભભાવ બંને આકુળતામય છે, દુ:ખમય છે, એવા પ્રકારના વિચારો કરીને જ્ઞાન-વૈરાગ્ય યથાર્થ કરી શકે છે, જેની પાછળ અવશ્ય તેને સમ્યગ્દર્શન થાય તેવી ભૂમિકા તે પ્રાપ્ત કરી શકે છે.
પાણી છે ત્યાં પહોંચ્યો નથી તો પણ, પાણીનાં અમુક લક્ષણો ઉ૫૨થી પાણી નજીક છે તેમ નક્કી કરે છે તેમ આ જીવ જ્ઞાયક સ્વભાવ-જાણનાર તત્ત્વકોઈ જુદું અદ્દભુત તત્ત્વ છે તેના અનુભવ સુધી હજી પહોંચી શકયો નથી તો પણ અમુક પ્રકારે નિર્ણય કરી શકે છે. તેને લગતું જ્ઞાન-વૈરાગ્ય-વિરક્તિ તે ભૂમિકામાં પણ સાચા માર્ગે દોરી શકે છે. અંતરમાંથી અપૂર્વ રુચિ થાય, અપૂર્વ દેશનાલબ્ધિ થાય કે માર્ગ તો આ જ છે. શુભાશુભભાવથી જુદો એક આત્મા તે કોઈ જુદું તત્ત્વ છે અને તે જ સર્વસ્વ છે, બહાર કયાંય સર્વસ્વપણું નથી, એક આત્મા સિવાય કયાંય બહારમાં વિશેષતા લાગે નહીં. જગતની કોઈ વસ્તુ અલૌકિક લાગે નહિ અને એક આત્મા જ અલૌકિક તત્ત્વ છે એવી જાતની અપૂર્વ રુચિ કરી સાચા માર્ગે જઈ શકે છે. ૫૭૬.
પ્રશ્ન:- ભેદજ્ઞાનમાં શું સિદ્ધ થાય છે અને તેનું સ્વરૂપ શું છે?
સમાધાનઃ- ભેદજ્ઞાનમાં બીજું દ્રવ્ય સાબિત થાય છે, વિભાવ સાબિત થાય છે અને હું વિભાવથી જુદો છું તેમ સાબિત થાય છે. બે દ્રવ્યોની તેમાં સાબિતી થાય છે. અદ્વૈતવાદી કહે છે કે બીજું દ્રવ્ય છે જ નહિ, તે અદ્વૈત માનનારાનો આમાં નિષેધ થાય છે. ક્ષણે ક્ષણે બીજું-બીજું દ્રવ્ય ઉત્પન્ન થાય છે તેમ માનનારા ક્ષણિકવાદીનો પણ આમાં નિષેધ થાય છે. ભેદજ્ઞાનમાં આખો મુક્તિનો માર્ગ સમાઈ જાય છે. જ્ઞાયકનું અસ્તિત્વ ગ્રહણ થયું તેમાં જ્ઞાયકની જ્ઞાયકરૂપે પરિણિત આવી ગઈ, અકર્તાપણું-સાક્ષીપણું આવી ગયું.
સાધના કરવાનો મૂળ ઉપાય ભેદજ્ઞાન છે, જે ક્ષણે ક્ષણે ધારાપ્રવાહરૂપ હોય છે. મારું અસ્તિત્વ મારારૂપે છે અને પરરૂપે નથી તે ભેદજ્ઞાનનું કાર્ય છે. હું મારા જ્ઞાયકના અસ્તિત્વરૂપે છું અને પરરૂપે નથી તે કાર્ય કરવાનું રહે છે. ૫૭૭.
પ્રશ્ન:- બહારના અમુક સંયોગો છોડી અહીં આવ્યા, અહીં આવીને પણ શાસ્ત્રમાંથી વિચાર-વાંચન વગેરે બધું થાય છે છતાં સમ્યગ્દર્શન હજુ કેમ થતું નથી ? સમાધાનઃ- પોતે જ અટકે છે. જેટલી રુચિની તીવ્રતા જોઈએ તેટલી નથી.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com