________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩ર૪]
[ સ્વાનુભૂતિદર્શન રાગનું કર્તાપણું સાચું છૂટતું નથી. શુદ્ધાત્માના આલંબન વગર સાચું અકર્તાપણું આવતું નથી. શુદ્ધાત્મા પોતે છે, તેને ગોતવા જવો પડે તેમ નથી. રાગની પર્યાયનું વેદન થાય છે એટલે તેને પકડાય કે આ રાગની પર્યાય છે અને બુદ્ધિમાં માને કે આનું હું કર્તાપણું માની રહ્યો છું; પણ જે જ્ઞાનસ્વભાવી શુદ્ધાત્મા પોતે જ છે તેને પકડી શકતો નથી. રાગ અને જ્ઞાન બંને સાથે થાય છે, તેમાં રાગને પકડે છે, પણ તેની સાથે રહેલા જ્ઞાનને પકડતો નથી. પોતે જ્ઞાન છે-પોતે શુદ્ધાત્મા, જ્ઞાનસ્વરૂપે જ છે. છતાં પોતાને છોડીને બધું ગ્રહણ કરવા જાય છે. રાગ સાથે જ્ઞાન હોય છે તેને છૂટું પાડી શકતો નથી, કે આ જ્ઞાન છે અને આ રાગ છે. તે કરવું સહેલું છે, પણ અનાદિની રાગ સાથે એકત્વબુદ્ધિ કરી છે, એટલે રાગથી છૂટું પડવું મુશ્કેલ પડે છે. પોતે જ છે, તેને ગોતવા જવું પડે તેમ નથી. જ્ઞાન છે તે જ જ્ઞાયક છે. તે જ્ઞાન કયાંથી ઉત્પન્ન થયેલું છે? તે જ્ઞાયકનું જ્ઞાન છે. જ્ઞાન લક્ષણ દ્વારા આખા જ્ઞાયકને ગ્રહણ કર, શુદ્ધાત્માને ગ્રહણ કર. જેમ કૂતરાને એમ થાય કે હું ગાડું ચલાવું છું, તેમ બીજાનાં કાર્યો જાણે હું કરું છું તેમ સ્કૂલ રીતે પકડાય છે. તેનાથી રાગ સૂક્ષ્મ છે, છતાં રાગ વેદાય એટલે તેને પકડે છે. પણ જ્ઞાન તેને દેખાતું નથી. ખરેખર જ્ઞાન દેખાય તેવું જ છે. જે જાણી રહ્યો છે તે તું જ છો. રાગનું વેદના થાય તે વેદનને જાણનારો કોણ છે? માટે, તે પોતે જણાય એવો છે, પણ તેને જાણતો નથી, રાગથી સૂક્ષ્મ જ્ઞાન છે તેથી પકડવું મુશ્કેલ પડે છે. સહેલું છે. સૂક્ષ્મ થઈને પોતાને ગ્રહણ કરે તો પકડાય છે. પ૭ર. પ્રશ્ન- તો એવો ક્યો પુરુષાર્થ કરવો ? સમાધાન- પોતાને એટલી અંદરથી જ્ઞાયકની ભાવના, જિજ્ઞાસા, લગની, રુચિ લાગે તો સૂક્ષ્મ થઈને પોતાને ગ્રહણ કરે. તે ગ્રહણ કયારે કરે? કે પોતાની મહિમા આવે, પોતાની લગની લાગે, આ બધું જણાય છે તો હું મને કેમ નથી જાણતો? એમ પુરુષાર્થ કરે, જ્ઞાન કરે, વારંવાર તત્ત્વના-ચૈતન્યને પકડવાનાવિચાર કરે તો ગ્રહણ થાય. લગની લગાડવી જોઈએ, દિવસ અને રાત તેની લગની લગાડે તો થાય. પણ ઉપયોગ અનાદિનો સ્થૂલ થઈ ગયો છે તેથી તેને પોતા તરફ વળતાં મુશ્કેલ પડે છે. પ૭૩. પ્રશ્ન- શરીર, રાગ તથા જ્ઞાનસ્વરૂપી આત્મા એવા એકમેક લાગે છે કે તેને જુદા પાડવામાં મુશ્કેલી પડે છે ?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com