________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૨૨ ]
[ સ્વાનુભૂતિદર્શન નહીં રુચતાં. વહ ખાતા હૈ, પીતા હૈ, સબ કરતા હૈ. ફિર ભી ભીતરમેં મુઝે આત્મા રહિયે ઐસા લક્ષ રહતા હૈ. વહુ જહાં જાતા હૈ વહાં મેરે આત્મા ચહિએ ઐસી અંદરમેં ખટક-ધગશ રહતી હૈ. ઐસી લગની લગે તો પુરુષાર્થ હુએ બિના રહતા નહીં. ઉસકો કહીં ભી ચેન નહીં પડતા, કોઈ બાધા ડાલતા હૈ તો ભી પુરુષાર્થ કરકે ભીતરમેં જાતા હૈ. બાકી કોઈ વસ્તુ પ્રતિબંધરૂપ નહીં હોતી. અંદર પુરુષાર્થ કરે ઉસકો બહારકી કોઈ વસ્તુ બાધા ડાલ સકતી નહીં. વહ ભીતરમેં ગયે બિના રહતા નહીં. ૫૬૬.
પ્રશ્ન:- દષ્ટિમાં હું જ્ઞાયક છું, રાગ મારો સ્વભાવ નથી, હું રાગનો કર્તા નથી, આવો ભેદજ્ઞાનનો અભ્યાસ કરે ? તે શું બરાબર છે?
સમાધાનઃ- એમ અભ્યાસ કરે તો બરાબર છે. દષ્ટિમાં જ્ઞાયક રાખવો, દ્દષ્ટિની અપેક્ષાએ રાગનો કર્તા નથી, રાગ પોતાનો સ્વભાવ નથી. જ્ઞાનમાં એમ થાય કે મારી પર્યાયમાં રાગ થાય છે અને તે મારી પુરુષાર્થની મંદતાએ થાય છે. દૃષ્ટિમાં એમ આવે કે હું જ્ઞાયક છું. અને જ્ઞાનમાં એમ આવે કે મારી પુરુષાર્થની મંદતાએ રાગ થાય છે. તેનાથી છૂટા પડવાનો પ્રયત્ન કરે. ક્ષણે ક્ષણે જે વિભાવની પર્યાય પ્રગટ થાય છે તેની સાથે હું જ્ઞાયક જુદો છું એમ ૫૨થી ને વિભાવથી છૂટા પડવાનો ભેદજ્ઞાનનો પ્રયાસ અંતરમાંથી સમજીને કરે તો બરાબર છે. ૫૬૭.
પ્રશ્ન:- હું જ્ઞાયક જ છું એવી સાચી દષ્ટિમાં, રાગનો હું સર્વથા કર્તા નથી એમ શું લઈ શકાય ખરું?
સમાધાનઃ- દષ્ટિ અપેક્ષાએ લઈ શકાય. જ્ઞાનપૂર્વક દષ્ટિમાં એમ આવે. અનાદિઅનંત શાશ્વત જે હું શાયક છું તે જ્ઞાયકની અંદર અશુદ્ધતા લાગી જ નથી. જો અશુદ્ધતા અંદર લાગી હોય તો કદી છૂટે નહિ, માટે અશુદ્ધતા લાગી જ નથી. દૃષ્ટિની અપેક્ષાએ હું સર્વથા શુદ્ધ છું. દ્રવ્ય અપેક્ષાએ બધી રીતે હું શુદ્ધ છું, અશુદ્ધતા સર્વથા નથી. દષ્ટિમાં તો તે અપેક્ષા પૂરેપૂરી છે, પણ પર્યાયમાં અશુદ્ધતા છે તેને જ્ઞાન બરાબર જાણે છે. માટે પુરુષાર્થની દોરીથી તેમાંથી છૂટવા માટે પ્રયત્ન કરે છે. ૫૬૮.
પ્રશ્ન:- પરિણામી દ્રવ્ય પરિણામનો કર્તા છે એ જ્ઞાનમાં બરાબર રાખ્યું છે અને દષ્ટિમાં હું જ્ઞાયક જ છું, જ્ઞાયક સર્વથા રાગનો અકર્તા છે અર્થાત્ દષ્ટિ અપેક્ષાએ હું સર્વથા રાગથી ભિન્ન છું એમ લેવાય ?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com