________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૨૭ અંતરથી પાછો વળતો નથી, પોતાને ગ્રહણ કરતો નથી, એટલી વિરક્તિ આવતી નથી, મહિમા આવતી નથી, માટે તેમાં કચાશ રહે છે,-મંદતા રહે છે. જેમ કોઈએ જાગૃત થવાનો નિર્ણય કર્યો હોય પણ પ્રમાદને લઈને જાગતો નથી અને જાગવું છે, ઊઠવું છે, એમ કર્યા કરે છે; તેમ પોતે પ્રમાદને લઈને જેટલું જોઈએ તેટલું જ્ઞાન, તેટલી વિરક્તિ નથી કરતો. જેટલું કારણ આપવું જોઈએ તેટલું કારણ આપતો નથી, માટે થતું નથી. પોતાની આળસને કારણે થતું નથી. તાલાવેલી લાગવી જોઈએ. પોતે કયાં અટકે છે તેને અંત૨માંથી ઓળખી લે તો તે ત્યાં પોતે અટકી જ ન શકે અને પોતે અંતરમાં ચાલ્યો જાય.
મૂળ તેની દૃષ્ટિ જ્ઞાયકમાં થંભતી નથી, વિભાવથી છૂટતો નથી. કારણ પોતાનું જ છે. જ્ઞાયકનો આશ્રય પ્રબળપણે લઈને વિભાવનો આશ્રય છોડી દે તો નિરાલંબન થઈ જાય. પોતાના આશ્રયનું જોર થાય તો બધું છૂટી જાય છે. પોતે છોડે તો છૂટી જાય છે, પોતે જ છોડતો નથી. પોતાનું કારણ છે. દ્રવ્યદૃષ્ટિથી તો પોતે વિભાવમાં ગયો જ નથી, તેને ગ્રહણ કર્યો નથી. પણ પર્યાય અપેક્ષાએ બધે અટકેલો છે. ૫૭૮.
પ્રશ્ન:- પર્યાયમાં અટકેલો છે તેના માટે શું ઉપાય કરવો ?
સમાધાનઃ- જ્ઞાયકની વિશેષ મહિમા લાવે અને જ્ઞાયકમાં જ બધું સર્વસ્વ છે એવી દઢતા કરે. બહારમાં સર્વસ્વ નથી, ચૈતન્યમાં બધું સર્વસ્વ છે એમ ભલે પહેલાં બુદ્ધિપૂર્વક વિચાર કરીને નક્કી કરે; પણ પછી અંદરમાંથી પલટો ખાવામાં તેની વિશેષ તૈયાર થવી જોઈએ, તો તેની પરિણતિ પલટો ખાય. બુદ્ધિમાં આવે પણ પરિણતિ જ્યાં સુધી પલટો નથી ખાતી ત્યાં સુધી કચાશ છે. પરિણતિ એકત્વ તરફ ઢળી રહી છે, તે પોતાની કચાશ છે. બુદ્ધિમાં નિર્ણય કરે કે આમાં સુખ છે અને આમાં સુખ નથી. અહીં પોતે આવે છે, પણ પરિણતિ પલટો ખાતી નથી તે પોતાની કચાશ છે.
જ્ઞાયક તરફ ટકે કયારે? પોતાને જ્ઞાયક તરફ રહેવાની જરૂરિયાત લાગે કે આ જ જરૂરિયાતવાળું છે. આમ બીજા તરફથી પાછો હઠે તો થાય. પરિણતિનો પલટો પોતાના પુરુષાર્થની થાય છે. ગુરુદેવે બધાને જ્ઞાયક ગ્રહણ થાય એવી રીતે ચોખ્ખું કરી દીધું છે. તારું સ્વરૂપ તારામાં છે, બીજું ૫૨ તારામાં નથી. આખો માર્ગ ચોખ્ખો કરીને બતાવ્યો છે. ૫૭૯.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com