________________
[ ૩૧૫
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પ્રશ્ન:- તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે શું થાય? તે સમજાવવા કૃપા કરશો. સમાઘાન - તત્ત્વનો યથાર્થ નિર્ણય થાય ત્યારે તો તે સ્વસમ્મુખ થાય છે. આમાં પણ પગ અને આમાં પણ પગ એમ રાખીને અંદર જવાતું નથી. થોડું બહારનું અને થોડું આત્માનું રાખું એમ કરવાથી આત્મા મળતો નથી. થોડી રુચિ પરની રાખું અને થોડી રુચિ આત્માની રાખું એમ કરવાથી કોઈ દિવસ આત્મા પ્રગટ થતો નથી. બધી રીતે પૂરી રુચિ આત્માની રાખે, કોઈ અપેક્ષાએ જરા પણ બહારની રૂચિ ન રાખે, તો જ આત્મા પ્રગટ થાય છે. આત્મદ્રવ્ય એવું નિરપેક્ષ અને નિર્વિકલ્પ છે કે તેમાં શરીર નથી, વિકલ્પ નથી તથા તેમાં બહારનું સાંભળવું-દેખવું બોલવું એવી કોઈ અપેક્ષા નથી. તે કોઈ સાધન નથી. આ રીતે બધી અપેક્ષાઓ જેને અંદરથી છૂટી જાય છે, બહારની રુચિની બધી લાળ છૂટી જાય છે અને અંદરની પૂરેપૂરી રુચિ થાય છે તો જ તે અંદર જાય છે. બહારનું બધું એકદમ છૂટી ન જાય, તે બધું હોય, પણ બહારની રુચિ તો પૂરેપૂરી છૂટી જાય. જેને બધો રસ છૂટી ગયો છે કે નથી મારે શરીરનું સાધન જોઈતું, નથી મને કાંઈ બહારથી જોવાનું આશ્ચર્ય કે નથી બહારથી મારે કાંઈ સાંભળવાનું, એમ બહારથી કાંઈ મારે જોઈતું જ નથી. મારા અંતરમાં-મારા દ્રવ્યમાં જે છે તેનો મને સંતોષ છે. એવી રુચિ થાય તો અંદરથી એકત્વ છૂટે છે અને બધી રીતે આત્મા જ તેનું સર્વસ્વ બને છે. આત્મા ઐશ્વર્યવાળો છે તેને પોતે જોયો નથી, અનુભૂતિમાં આવ્યો નથી છતાં ત્યાર પહેલાં એવો વિશ્વાસ કરે છે કે ચૈતન્યનું સ્વઘર તે જ મારું ઘર છે. તેને એમ થાય છે કે બહારના ઐશ્વર્ય કરતાં ચૈતન્યનું ઐશ્વર્ય કોઈ જુદું જ છે. તે ઐશ્વર્ય એવું નહિ હોય એમ શંકા કરતો નથી. બહારનું ઐશ્વર્ય છૂટી જશે અને આત્માનું ઐશ્વર્ય ઊણપવાળું હશે તો? તે આનાથી ઓછું હશે તો? એવી શંકા કરતો નથી.
જેમ માણસ જે રીતે જે ઘરમાં ઊછરેલો હોય તે ઘર ગમે તેવું હોય તો પણ બીજા પૈસાદારનું ઘર દેખીને તેને અસંતોષ થતો નથી. પોતાના ઘરમાં સંતોષ રાખે છે, તેમ ચૈતન્યનું સ્વઘર તે જ મારું ઘર એમ વિશ્વાસ થતાં બીજું બધું છૂટી જાય છે અને તેને અંદરથી સંતોષ આવી જાય છે. બહારનું ઐશ્વર્ય ગમે તેવું હોય તો પણ મારું ઐશ્વર્ય જે છે તે જ મારે જોઈએ છે એટલો અંદરથી સંતોષ હોય છે, બધેથી રૂચિ ઊડી જાય અને એક આત્માની જ રુચિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com