________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૩૧૭
પહેલાં સ્વાનુભૂતિ હોતી નથી, પણ પહેલાં ગુરુના ઉપદેશથી, આગમથી અને યુક્તિથી નક્કી કરીને વિશ્વાસ કરે છે. ૫૫૩.
પ્રશ્ન:- જ્ઞાનીને વૈરાગ્ય પરિણતિ શાંતિરૂપ છે?
સમાધાનઃ- વૈરાગ્ય પરિણતિ શાંતિરૂપ છે. વિભાવની પ્રવૃત્તિથી નિવૃત્તિ થાય અને સ્વભાવની પરિણતિ પ્રગટ થાય તે વૈરાગ્ય છે. સાચો વૈરાગ્ય તેનું નામ કે અંતરમાં જ્ઞાયકની પરિણતિ થાય અને વિભાવથી વિરક્તિ થાય. તે વૈરાગ્ય શાંતિમય દશા છે. દુઃખગર્ભિત વૈરાગ્યની જાત જુદી છે, તે દુઃખરૂપ પરિણતિ છે. ૫૫૪.
પ્રશ્ન:- ઉપયોગ અંદરમાં કયારે જાય?
સમાધાનઃ- જેને બહારમાં કયાંય સાચેસાચ ગમે નહિ, યથાર્થપણે ગમતું જ ન હોય ત્યારે ઉપયોગને રહેવાનું સ્થાન બીજે કયાંય રહેતું નથી. ઉપયોગ કયાં ટકે? જ્યાં રુચિ હોય ત્યાં ટકે. બહાર કયાંય રુચતું જ નથી અને રાગનો પ્રેમ છૂટી જાય તો, ખરેખર તેને રુચિપૂર્વક રાગ થતો જ નથી. સાચેસાચ બીજે નથી રુચતું તો પછી જ્ઞાનનો ઉપયોગ કયાં ટકશે? પહેલાં તો શુભાશુભભાવમાં ટકતો હતો અને બહા૨નાં શેયો સાથે રાગ અને દ્વેષાદિ થતા હતા, હવે કયાંય રુચતું નથી તો જ્ઞાનનો ઉપયોગ કયાં જશે? સ્વરૂપ તરફ જશે. ખરેખર જો તેને રસ તૂટી ગયો હોય, કયાંય ઊભું રહેવું રુચતું ન હોય તો હવે કયાં જવું? કોના આશ્રયમાં જવું? આ બહારનો આશ્રય તો ઠીક લાગતો નથી અને શુભાશુભભાવનો આશ્રય બરાબર લાગતો નથી તો કયાં જવું? તે પોતે પોતાના ચૈતન્યનો આશ્રય ગોતી લેશે અને અંદરમાં ગયા વગર રહેશે જ નહિ. અંત૨નો આશ્રય તે શોધી લેશે. જો બહારમાં ટકી નહિ શકે તો, સ્વભાવનો આશ્રય શોધી લેશે. ૫૫૫.
પ્રશ્ન:- જ્ઞાની ચોવીસે કલાક શું કરે છે?
સમાધાનઃ- જ્ઞાનીને ચોવીસે કલાક જ્ઞાયકનો આશ્રય છે અને જ્ઞાયકની પરિણતિ છે. તેનો ઉપયોગ જે પ્રમાણે તેની દશા હોય તે પ્રમાણે બહારમાં જાય છે. ગૃહસ્થાશ્રમમાં સમ્યગ્દષ્ટિ હોય તો ગૃહસ્થાશ્રમનાં કાર્યોમાં તેનો ઉપયોગ જાય, પણ તેની પરિણતિ નિરંતર ચૈતન્યના આશ્રયમાં જ છે. તેણે ચૈતન્યનો જ આશ્રય લીધો છે, બહારનો આશ્રય છૂટી ગયો છે. ભલે બહારનું બધું ચાલતું હોય, પણ આશ્રય માટે ચૈતન્યઘર મળી ગયું છે. જેમ પોતાના ઘરમાં ઊભેલો માણસ પોતાના ઘરને છોડતો નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com