________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[૩૧૧ પ્રશ્ન- વિકલ્પના કાળે પણ શું ધર્માત્મા સ્વરમાં જ રહેલા છે? જેટલી જ્ઞાયકતા પ્રગટ થઈ છે એટલી શાંતિ શું કાયમ રહે છે ? સમાધાન - સમ્યગ્દષ્ટિને પોતાનું ઘર છૂટતું નથી, ઘરમાં જ ઊભેલો છે. ઘરના બારણામાં ઊભેલો હોવા છતાં તેને ઘર છૂટયું નથી, શાંતિ જ છે. જ્યારે ઘરમાં આવવું હોય ત્યારે તેની પરિણતિ તે તરફ દોડી આવે છે. જોકે તે અમુક પ્રકારની અસ્થિરતાને લઈને બહારના પરિચયમાં બારણામાં ઊભો કોઈની સાથે વાતચીત કરતો હોય તે પુરુષાર્થની મંદતાને કારણે ઊભો છે, તો પણ ભાવના એવી છે કે આ ક્ષણે બધું છૂટી જતું હોય તો અંતરમાં લીન થઈ જાઉં અને નિર્વિકલ્પ સ્વાનુભૂતિ પ્રગટ કરી લઉં. તેની એટલી ભૂમિકા નથી કે વારંવાર મુનિની જેમ અંતર્મુહૂર્ત-અંતર્મુહૂર્ત અંદર ચાલ્યો જાય. તેવી દશા નથી, તો પણ કોઈ કોઈ વખતે પોતાના સ્વરમાં લીન થઈ જાય છે. બહાર ઉપયોગ જાય ત્યારે પણ
સ્વઘરને છોડતો નથી. પોતાના સ્વરનું અસ્તિત્વ અને જ્ઞાયકતા ગ્રહણ કરી તે જ્ઞાયકતાની શાંતિ કાયમ વર્તે છે. તે જ્ઞાયકપણું છૂટીને બહાર જતો જ નથી, એકત્વબુદ્ધિ થતી જ નથી.
તેને બહારમાં એવો ઉત્સાહ નથી આવતો કે પોતાનું ઘર છોડીને બહાર ચાલ્યો જાય. અનેક જાતના ઉદયો આવે તેમાં એકત્વ થઈ જાય અને તેનો રસ વધી જાય એવું બનતું નથી. પોતાના ચૈતન્યઘરની-સ્વઘરની તેને એવી મહિમા છે કે ચૈતન્ય ગ્રહણ થયું તે છૂટતું નથી. ચૈતન્યના ઘરમાં જવું તે તેના હાથમાં છે. ચૈતન્યના ઘરમાં જવું તે માર્ગ તેના માટે સહજ અને સુગમ થઈ ગયો છે, પણ તેના પુરુષાર્થની મંદતાને લઈને ઉપયોગ બહાર ચાલ્યો જાય છે. ગૃહસ્થદશાને લઈને થોડી વાર બારણામાં ઊભા દેખાય છે, પણ પુરુષાર્થ ઊપડે તો અંદર ચાલ્યા જાય છે. ત્યાં ને ત્યાં ઊભા રહેતા નથી, સ્વરૂપમાં લીન થઈ જાય છે. પ૪૪. પ્રશ્ન- બહિર્મુખ ઉપયોગથી સમ્યક શ્રદ્ધાને નુકસાન નથી થતું? સમાધાન- સમ્યફ શ્રદ્ધા તે પ્રતીતિ છે. ઉપયોગ બહાર જાય છે, પણ શ્રદ્ધાજ્ઞાનને નુકસાન થતું નથી. તે અસ્થિરતાનો દોષ છે. ઉપયોગ બહાર જાય એટલે તેની જ્ઞાયકતા કે પ્રતીતિને નુકસાન થઈ તેનું ઘર છૂટી જાય તેવું બનતું નથી. ૫૪૫. પ્રશ્ન- બહાર જવાથી ઘર છૂટી જશે એવો તેને ડર શું નથી લાગતો ? સમાઘાન- તેને એવો ડર નથી કે મારું ચૈતન્યનું ઘર છૂટી જશે. તે એકદમ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com