________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
[ સ્વાનુભૂતિદર્શન
૩૧૦ ]
પ્રકાર આવે છે. પછી મનુષ્યભવ પામીને, આગળ જાય છે. ૫૪૧.
પ્રશ્નઃ- સમ્યગ્દર્શન પ્રગટ થયા પછી કેવી હૂંફ લાગતી હશે ?
સમાધાનઃ- હૂંફ લાગે, કેમ કે પોતાને જે જોઈતું હતું તે મળી ગયું. દ્રવ્ય અનાદિનું હોવા છતાં તે એકત્વબુદ્ધિમાં ફરતો હતો, કયાંય તેને દિશા સૂઝતી ન હતી. તેમાં તેને સ્વભાવ ગ્રહણ થાય એટલે હૂંફ તો આવે ને! કે આ રહ્યો આત્મા ! આત્મા પોતે જ છે. આત્મા જેને મુખ્ય-ઊર્ધ્વપણે ગ્રહણ થાય તેને તેની હૂંફથી શાંતિ થઈ જાય છે. અનાદિનું રખડવાનું બંધ થઈ ગયું, જે જોઈતું હતું તે મળી ગયું, મુક્તિનો માર્ગ મળી ગયો, આનંદનો-શાંતિનો માર્ગ મળી ગયો, આત્મદેવ મળી ગયા, પછી તેને શું જોઈએ ? ૫૪૨.
પ્રશ્ન:- પદ્મનંદીમાં આવે છે કે તું લૌકિક સંગનો પરિચય તજ, તો સાવ પરિચય જ છોડી દેવો ?
સમાધાનઃ- લૌકિક સંગનો પરિચય કરવાથી પોતાને નુકસાનનું કારણ થાય છે. તને પુરુષાર્થની મંદતા છે માટે સત્સંગ કર એમ શાસ્ત્રમાં આવે છે. સત્ સંગ કરીને તું પુરુષાર્થ કર એમ કહેવું છે. લૌકિક સંગ તજી દેવાની શક્તિ હોય તો તજી દેવો. શક્તિ ન હોય તો તેનાથી રુચિ ઓછી કરીને, આત્માનો સંગ અને સત્પુરુષોનો સંગ કરવો. દેવ-શાસ્ત્ર-ગુરુના સાન્નિધ્યમાં રહેવું કે જેથી પોતાનો પુરુષાર્થ ઊપડવાનું કારણ બને. લૌકિક સંગ નુકસાનનું કારણ થાય છે. પોતાના પુરુષાર્થની મંદતા છે તેથી લૌકિક સંગની અસર થાય છે. એવો નિમિત્તઉપાદાનનો સંબંધ છે. પોતાના પુરુષાર્થને માટે લોકિક સંગની રુચિ પોતાને ન હોવી જોઈએ. લૌકિક સંગથી છૂટાય તો છૂટવું, લોકિક સંગ તો છોડવા લાયક જ છે.
જેને સમ્યગ્દર્શન પ્રગટ થયું અને ગૃહસ્થાશ્રમમાં રહે છે, તે અંતરમાંથી ન્યારા થઈ ગયા છે. ભેદજ્ઞાનની ધારા પ્રગટી છે, સ્વાનુભૂતિની દશા વર્તે છે તેઓ પણ એવી ભાવના ભાવે છે કે કયારે હું સર્વસંગ પરિત્યાગી થઈને મુનિદશા અંગીકાર કરું? કયારે હું જંગલમાં જઈને આત્માનું ધ્યાન કરું? એવી ભાવના ભાવે છે. જેને સમ્યગ્દર્શન થયું છે, જે અંતરમાંથી ન્યારા થયા છે તે પણ આવી ભાવના ભાવે છે તો પછી જે મુમુક્ષુ જિજ્ઞાસુ છે તેણે લોકિક સંગ છૂટી જાય ને દેવ-શાસ્ત્ર-ગુરુનું સાન્નિધ્ય મળે એવી ચિ અને ભાવના કરવી તે લાભનું કારણ છે, તે પોતાનું ઉપાદાન પ્રગટ કરવાનું કારણ બને છે. ૫૪૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com