________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩O૮]
[ સ્વાનુભૂતિદર્શન તે એકાંતમાં તણાઈ જાય છે, અને માત્ર બોલ્યા કરે છે કે હું જ્ઞાયક છું તથા શુભભાવ કરે તો મેં ઘણું કર્યું તેમ માને છે.
યથાર્થ આત્માર્થી હોય, જેને આત્માનું પ્રયોજન છે તે આ રીતે બરાબર સમજે છે કે આ દ્રવ્ય વસ્તુસ્વભાવે જુદું છે, રાગ તેનો સ્વભાવ નથી તેમ જ જ્ઞાયકરૂપ હું કેમ પરિણમું? તેવી જાતની તેને ભાવના રહે છે. અને એવો નિર્ણય હોય છે કે કરવાનું તો આ જ છે. પ૩૮. પ્રશ્ન:- સુપ્રભાતથી (સમ્યગ્દર્શનથી ) માંડીને કેવળજ્ઞાન સુધીની બધી પર્યાયમાં
સ્વયંભૂ ” પણું લીધું તો બીજાનું અવલંબન થોડું-ઘણું હશે કે કેમ ? સમાધાનઃ- બીજા કોઈનું અવલંબન નહિ. એક “સ્વયંભૂ” આત્માનું જ આલંબન છે. સ્વયંભૂ આત્મા પોતાથી સ્વતઃ સિદ્ધ છે, અને સાધકને સ્વયંભૂ આત્મા સિવાય કોઈનું અવલંબન નથી. પ૩૯. પ્રશ્ન- દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન થોડું ટેકારૂપે હોય ? સમાઘાન- ચૈતન્ય દ્રવ્યનું જ આલંબન છે. શુભભાવમાં દેવ-શાસ્ત્ર-ગુરુનું આલંબન કહેવાય છે. દેવ-શાસ્ત્ર-ગુરુ મારી સાથે રહેજો. કારણ કે મારી અધૂરાશ છે, માટે મને શુભભાવ આવે છે તો તમે મારી સાથે રહેજો, મને તમારો આદર છે. ભક્તિમાં આવે છે કે, જેમ મને મારા સ્વભાવનો આદર છે, તેમ તમારો મને આદર છે, માટે તમે સાથે રહેજો. હું જ્યાં આગળ જાઉં ત્યાં મને સાથીદાર તરીકે સહાયમાં દેવ-શાસ્ત્ર-ગુરુ સાથે રહેજો. એવી ભાવના ભાવે છે. બાકી આલંબન તો દ્રવ્યનું છે અને કામ પોતાને કરવાનું છે. પણ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે પૂરી ભક્તિ આવે છે. તમે મારી સાથે રહેજો એમ ભાવનામાં આવે, પણ તેને ભાવનામાં એમ નથી થતું કે આ બધું બહારનું છે અને કરવાનું તો તેને અંતરમાં છે ને? તેવા ભાવ નથી આવતા. શુભ ભાવમાં ઊભો છે, હુજી વીતરાગ નથી થયો તેથી મારી સાધનામાં તમે મારી સાથે રહેજો. પૂજ્ય ગુરુદેવ મને સહાયરૂપ છે, મને ઉપદેશ આપે એવી ભાવના હોય. પૂજ્ય ગુરુદેવના પ્રતાપે જ હું આગળ ગયો, પૂજ્ય ગુરુદેવે જ બધું આપ્યું છે એમ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યે ભક્તિભાવ આવ્યા વગર રહેતો નથી. પુરુષાર્થ પોતે કરે, પણ ઉપકાર દેવ-શાસ્ત્ર-ગુરુનો આવ્યા વગર રહેતો નથી. કેમકે અનાદિકાળથી અજાણ્યો માર્ગ ગુરુદેવે બતાવ્યો છે ને? દ્રવ્ય અનાદિ-અનંત શુદ્ધ હોવા છતાં પરિણતિ પલટાવવામાં જે પુરુષાર્થ થાય છે તેમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com