________________
[ ૩૦૭
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] પોતે રાગથી નિવર્તે અને પોતે પોતામાં લીનતા કરે અર્થાત્ હું જ્ઞાયક છું તેમ જ્ઞાયકરૂપે પરિણમન કરે તો જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી છે.
આ બધું ઉદયાધીન છે, હું જ્ઞાયક માત્ર છું, આ બધો વિભાવભાવ છે તેમ માત્ર બોલ્યા કરે અને અંતરમાંથી ભેદજ્ઞાન ન કરે તો તેને જ્ઞાયકરૂપે પરિણતિ ન થાય, પણ તે બોલવારૂપ થાય. શુભ પરિણતિ કરી તેમાં સંતુષ્ટ થાય તો પણ તે ક્રિયામાં રોકાઈ જાય છે. પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને તેમ જ હું જ્ઞાયક છું તેમ જાણીને, રાગથી જુદો પડે અને જ્ઞાયકની જ્ઞાયકરૂપ પરિણતિ કરે તો જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી છે, એટલે કે તેણે અનેકાન્તપણે આત્માને યથાર્થ ગ્રહણ કર્યો છે. હું ચૈતન્ય દ્રવ્ય અખંડ શાશ્વત છું, એમ જાણીને જેવો જ્ઞાયક છે તેવી પરિણતિ પ્રગટ કરે છે. અર્થાત્ પર્યાયમાં પણ રાગથી નિવર્તે છે અને પોતાની જ્ઞાયકરૂપ પરિણતિ પ્રગટ કરે છે, તો તેને ખરેખર ભેદજ્ઞાન અને શાયકની પરિણતિ પ્રગટ થઈ છે.
માત્ર એકલી ક્રિયામાં સંતોષાઈ જાય અને બોલવામાં જ્ઞાયક છે. જ્ઞાયક છું એમ કર્યા કરે તથા આ બધું ઉદયાધીન છે એમ માની અંતરમાંથી રાગથી નિવર્તન કરતો નથી ને ભેદજ્ઞાનની પરિણતિ પ્રગટ કરતો નથી, તો તેને જ્ઞાનનય અને ક્રિયાયની મૈત્રી નથી. પ૩૭. પ્રશ્ન- જ્ઞાયકની મૈત્રી પ્રગટ કરે તેને જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી હોય ? સમાધાન - જ્ઞાયકની પરિણતિ પ્રગટ કરે તો જ્ઞાનનય અને ક્રિયાનયની મૈત્રી થાય. જ્ઞાયકની પરિણતિ જો પ્રગટ નથી થઈ તો તેને મૈત્રી નથી. વિકલ્પથી નક્કી કરે કે આ જ્ઞાનક્રિયા, પણ અંદર જ્ઞાનપરિણતિ નથી તો તેને જ્ઞાનનય અને ક્રિયાયની મૈત્રી નથી તે કાં કોઈ ક્રિયામાં રોકાઈ જાય છે, કાં કોઈ શુષ્ક જ્ઞાનમાં રોકાઈ જાય છે.
કોઈ મુમુક્ષુ આત્માર્થી હોય તે એમ માને કે મારાથી કાર્ય થતું નથી, પણ એક આ જ્ઞાયકની પરિણતિ જ પ્રગટ કરવા યોગ્ય છે. દ્રવ્ય વસ્તુસ્વભાવે જુદું છે તે જુદું પાડવાથી શુદ્ધ પર્યાય પ્રગટ થાય છે. આમ વિકલ્પ અવસ્થામાં ભલે તે જ્ઞાન કરે, પણ જ્ઞાન-ક્રિયાની મૈત્રી તો અંદરમાં જ્ઞાયકદશા પ્રગટ થાય તો જ થાય છે. પહેલાં ભાવનામાં સમજે કે કરવાનું તો આ જ છે. બાકી જે નથી સમજતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com