________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૦૬ ]
[ સ્વાનુભૂતિદર્શન
તેને વચ્ચે સંસ્કારની જરૂર હોતી નથી. પરિણતિમાં સંસ્કાર કરવાનો વચ્ચે કાળ જ રહેતો નથી. દ્રવ્ય જ તેનું કારણ થાય છે. મૂળ જ્ઞાયક સ્વભાવ તે જ કારણરૂપ થાય છે. ૫૩૪.
પ્રશ્ન:- સમ્યગ્દર્શન જલદી થાય એવો કોઈ રસ્તો બતાવોને? જેથી અમારું કામ થઈ જાય?
સમાધાનઃ- પોતે જલદી પુરુષાર્થ કરે તો જલદી કામ થઈ જાય, ધીરે ધીરે અભ્યાસ કરે તો વાર લાગે. હું જ્ઞાયક છું, જ્ઞાયક છું એમ ધીરે ધીરે અભ્યાસ કરવાં કરતાં ‘હું જ્ઞાયક જ છું' એમ એકદમ દઢતાથી-જોરથી પોતે વિભાવથી છૂટો પડી જાય તો જલદી કામ થાય. જલદી કરે તો વચ્ચે સંસ્કાર આવતા નથી, પુરુષાર્થ ધીરે ધીરે કરે તો વચ્ચે સંસ્કાર આવે છે. મંદ અભ્યાસ કરે તો વચ્ચે સંસ્કાર આવે છે અને જો દ્રવ્ય ઉપર દૃષ્ટિ ગઈ તો કાર્ય જલદી થઈ જાય છે.
પ્રવચનસારમાં આવે છે ને? કે અમે કમર કસીને તૈયાર થયા છીએ, તેમ પોતે તૈયા૨ થઈ અંત૨માં જાય તો એકદમ થઈ જાય છે. ૫૩૫.
પ્રશ્ન:- પૂર્ણતા પ્રગટ કર, તે ન થાય તો શ્રદ્ધા કર, અને શ્રદ્ધા ન કરી શકે તો ઊંડા સંસ્કાર પાડીને જા એ વાત બરાબર છે?
સમાધાનઃ- ઉપદેશની એવી શૈલી હોય કે કોઈ સાંભળવા આવે તો પહેલાં મુનિપણાનો ઉપદેશ આપે. મુનિ ન થઈ શકે તો પછી શ્રાવકનો ઉપદેશ આપે. અર્થાત્ જો શક્તિ ન હોય તો સમ્યગ્દર્શનપૂર્વક શ્રાવકનો ઉપદેશ આપે. આ પંચમકાળ છે. સમ્યગ્દર્શન સુધી પરિણતિ પ્રગટ કરવાનો પુરુષાર્થ ન હોય તો તેને રુચિના સંસ્કાર પાડ તેમ કહેવાય છે. જે શુભભાવમાં, ક્રિયામાં, બાહ્ય તપમાં ધર્મ માને તેની શ્રદ્ધા ખોટી છે એટલું જ નહિ તેનું બધું જ ખોટું છે. તેણે ધર્મ બીજી રીતે માની લીધો છે. તેમ જ કોઈક કરી દેશે એવી ભ્રમણા હોય છે. પૂજ્ય ગુરુદેવના પ્રતાપે અને તેમના ઉપદેશથી આ બધી ભ્રમણા દૂર થઈ છે. પૂજ્ય ગુરુદેવે કહ્યું કે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે. તું પુરુષાર્થ કર તો થશે. શુભભાવ આવે, દેવ-શાસ્ત્ર-ગુરુની ભક્તિ આવે, પણ કરવાનું અંતરમાં તારે છે. ૫૩૬.
પ્રશ્ન:- જ્ઞાનનય અને ક્રિયાનયની પરસ્પર મૈત્રીનું સ્વરૂપ શું છે?
સમાધાનઃ- હું જ્ઞાયક છું એમ અંતરમાંથી પોતાનું અસ્તિત્વ ગ્રહણ કરીને અંદરમાંથી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com