Book Title: Swanubhutidarshan
Author(s): Champaben
Publisher: Jagjivan Bavchand Doshi Parivar Songadh

View full book text
Previous | Next

Page 316
________________ Version 001: remember to check http://www.Atma Dharma.com for updates ૩૦૪ ] [ સ્વાનુભૂતિદર્શન સમાધાનઃ- યથાર્થ કારણ હોય તો કાર્ય આવે જ છે. જો તારું કારણ યથાર્થ હશે તો ભવિષ્યમાં તે તારો પુરુષાર્થ ઉપાડશે. પુરુષાર્થ ઉપાડનારને એમ ભાવના રહેવી જોઈએ કે હું પુરુષાર્થ ઉપાડું. તેને એવી ભાવના ન રહેવી જોઈએ કે સંસ્કાર હશે તો તેની મેળે પુરુષાર્થ ઊપડશે. પુરુષાર્થ ઉપાડનારને તો એવી જ ભાવના રહેવી જોઈએ કે હું પુરુષાર્થ ઉપાડું. જો સંસ્કાર યથાર્થ નાખ્યા હોય તો તેને પુરુષાર્થ ઊપડે જ, તેવો એક સંબંધ છે. છતાં પોતાને ભાવના તો એવી રહેવી જોઈએ કે હું પ્રયત્ન કરું, હું આમ કરું. પ૩૨. પ્રશ્ન:- આત્માના અનુભવ સુધી ન પહોંચી શકે તો ઊંડા સંસ્કાર તો લઈને જાજે. ત્યારે સંસ્કાર અને પુરુષાર્થ એક જાત હોય તેવું લાગે છે? સમાધાનઃ- એક જાત નથી. પ્રયત્નમાં તેને બહુ મૂંઝવણ થતી હોય, પ્રયત્ન થઈ શકતો ન હોય અને ખેદ થતો હોય તેને કહે કે આવા સંસ્કાર લઈને જાજે. જો થઈ શકે તો પહેલાં તો તું ઠેઠ સુધી પહોંચી જા, પ્રયત્ન ઊપડતો હોય તો તું ઠેઠ સુધી પહોંચી જા; પણ પ્રયત્ન ન થઈ શકતો હોય તો તું સંસ્કાર નાખજે. સંસ્કારમાં પુરુષાર્થનું બધું કાર્ય આવી જતું નથી. આવે છે ને ? કે “ કરી જો શકે પ્રતિક્રમણ આદિ, ધ્યાનમય કરજે અહો !” કરી શકે તો ધ્યાનમય પ્રતિક્રમણ તું કરજે પણ તે ન બની શકે તો શ્રદ્ધા તો યથાર્થ કરજે. તારાથી બની શકે તો ધ્યાન-ઠેઠ મુનિદશા અને કેવળજ્ઞાનપ્રગટાવજે. પણ તે ન બની શકે તો શ્રદ્ધા યથાર્થ કરજે, સમ્યગ્દર્શન કરજે અને જો સમ્યગ્દર્શન સુધી પણ ન પહોંચી શકાય તો તેની રુચિ અને ભાવનાના સંસ્કાર નાખજે. ધ્યેય તો, પોતાનો પ્રયત્ન ઊપડે તો, પૂરેપૂરું કરવાનું હોવું જોઈએ. મુનિરાજ પદ્મપ્રભમલ્લધારીદેવ કહે છે કે, બની શકે તો પૂરું જ કરજે, પણ ન બની શકે અને તને મૂંઝવણ થતી હોય તો શ્રદ્ધા તો કરજે. છેવટે તું રુચિનાં બીજ એવાં રોપજે કે જે તને કારણરૂપ નીવડે. પુરુષાર્થ ન ઊપડે તો એકલી રુચિમાં બધું આવી જતું નથી, છતાં જો તારી તેવી ઊડી ભાવના હશે તો ભવિષ્ય અંદરથી ભાવના ઊપડશે, જે તને પુરુષાર્થ ઊપડવાનું કારણ બનશે. ત્યાં પણ તને એમ થવું જોઈએ કે હું પુરુષાર્થ કરું. અત્યારે ન થતું હોય તો અભ્યાસ કરજે, તેની દઢતા કરજે, વારંવાર તેનું Please inform us of any errors on Rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371