________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૩૦૨ ]
[ સ્વાનુભૂતિદર્શન
66
માન;
‘ઘટપટ આદિ જાણ તું, તેથી તેને જાણનારને માન નહિ, કહીએ કેવું
જ્ઞાન ?”
ઘટ-પટ જણાય તેને માને કે આ ઘડો છે, આ વસ્ત્ર છે. બધું બહા૨નું જણાય તેની ‘હા’ પાડે છે. આ વસ્તુ છે? તો કહે, હા તે છે; પણ તે જાણ્યું કોણે ? જાણનારો કોણ છે? તે કોના અસ્તિત્વમાં જણાય છે? ઘડો પોતાને જાણતો નથી, તેને તું જાણે છે છતાં તે જાણનારો કોણ છે તેને ઓળખતો નથી, તો તારું જ્ઞાન કઈ જાતનું? તે તારી અજ્ઞાનતા છે. તું પોતે આત્મા જાણનારો છો, તેને ઓળખ. તારા અસ્તિત્વને તું ઓળખ. ચૈતન્યના અસ્તિત્વમાં જણાય છે, તે જાણનારો આત્મા છે. ૫૨૬.
પ્રશ્ન:- પર્યાય દ્રવ્યમાંથી આવે છે એ તો વ્યવહાર થઈ ગયો ?
સમાધાનઃ- ભલે વ્યવહાર કહેવાય; પણ દ્રવ્યમાંથી પર્યાય આવે છે. અનંત મહિમાનો, અનંત શક્તિનો ભંડાર જે દ્રવ્ય છે તેમાંથી પર્યાય પરિણમીને આવે છે. પર્યાય બહારથી આવતી નથી. અનંત ગુણનો ભંડાર જે આત્મા છે તે દ્રવ્ય પરિણમીને પર્યાય આવે છે. પર્યાય ક્ષણે ક્ષણે પરિણમે છે. તે પર્યાય અનંતકાળથી થાય છે તો પણ દ્રવ્યની શક્તિ ઓછી થતી નથી અને લોકાલોકપ્રકાશક જ્ઞાન પ્રગટ થાય તે અનંતકાળ સુધી પરિણમ્યા કરે તો પણ દ્રવ્યમાં કાંઈ ખૂટતું નથી. આવી અનંત શક્તિનો ભંડા૨ આત્મા છે. દ્રવ્ય પરિણમીને પર્યાય આવે છે, પર્યાય અધ્ધરથી આવતી નથી. જો તે અદ્ધરથી આવે તો પર્યાય જ દ્રવ્ય થઈ જાય. પણ પર્યાય દ્રવ્યના આશ્રયે આવે છે. પર્યાયમાં તો અમુક સામર્થ્ય છે અને દ્રવ્યમાં તો અનંત સામર્થ્ય છે. દ્રવ્યના આશ્રયે પર્યાય આવે છે તે વ્યવહાર છે, પણ તે પર્યાય દ્રવ્યની છે અને દ્રવ્યના આશ્રયે થાય છે. ૫૨૭.
પ્રશ્ન:- દ્રવ્ય સત્, ગુણ સત, પર્યાય સત્ અને સત્ અહેતુક છે એમ આવે છે ને ? સમાધાનઃ- તે દ્રવ્યની સ્વતંત્રતા બતાવે છે કે દ્રવ્ય-ગુણ-પર્યાય બધાં સ્વતંત્ર અને સ્વતઃસિદ્ધ છે. પણ તેથી પર્યાયને દ્રવ્યનો આશ્રય નથી તેવો અર્થ નથી, પર્યાય તે દ્રવ્યના આશ્રયે થાય છે. પર્યાય પણ એક સ્વતઃસિદ્ધ છે, ગુણ પણ સ્વતઃ- સિદ્ધ છે ને, દ્રવ્ય પણ સ્વતઃસિદ્ધ છે, તો પણ પર્યાય એવી સ્વતંત્ર નથી કે જેવું દ્રવ્ય સ્વતંત્ર છે. જેવું દ્રવ્ય સ્વતંત્ર છે એવી પર્યાય સ્વતંત્ર હોય તો પર્યાય પણ એક બીજું સ્વતંત્ર દ્રવ્ય થઈ જાય. માટે પર્યાય દ્રવ્યના આશ્રયે છે. ૫૨૮.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com