________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates 300 ]
[ સ્વાનુભૂતિદર્શન સાથે આવે છે. હું આ અસ્તિત્વસ્વરૂપ છું અને આની મારામાં નાસ્તિ છે એમ સાથે થાય છે. પોતે છે તેમાં બીજાની નાસ્તિ આવી જાય છે. જ્યાં પોતાને ગ્રહણ કર્યો ત્યાં વિભાવથી છૂટો પડી જ જાય છે. પ૨૧.
પ્રશ્ન:- શું જ્ઞાન સાધન બને કે મંદ કષાય ?
સમાધાનઃ- સાચું જ્ઞાન સાધનરૂપ બને છે, રાગ સાધન બનતો નથી. મંદ કષાય સાથે હોય પણ માર્ગ જાણ્યા વગર આગળ કેવી રીતે જવાય? ભાવનગર જવું હોય તો આ માર્ગે જવાય છે એમ સાચું જ્ઞાન કરે તો તે તરફ પ્રયત્ન કરે છે. આ હું જ્ઞાયક છું એમ તેને બરાબર નક્કી કરીને પોતે તે તરફ પ્રયત્ન કરે છે, તો રાગની તેને મહિમા છૂટી જાય છે, રાગથી તેને વિરક્તિ આવી જાય છે. તે સુખરૂપ નથી દુઃખરૂપ છે, જ્ઞાયક આત્મા જ અનુપમ છે, આ બધું અનુપમ નથી એવી પોતાની મહિમા આવે તો રાગની મહિમા છૂટી જાય; એટલે તેમાં જ્ઞાનવૈરાગ્ય બે સાથે આવી જાય છે. પોતાને જાણે અને વિભાવથી વિરક્તિ થાય તો પોતાને ગ્રહણ કરે છે. ૫૨૨.
પ્રશ્ન:- જ્યાં સુધી સ્વમાં સ્વપણું ગ્રહણ ન થાય ત્યાં સુધી તો અધ્યાત્મ-શાસ્ત્રોનું મનન-રટણ રાખવું જોઈએ ને?
સમાધાનઃ- જેમાં આત્માની વાતો હોય એવા અધ્યાત્મ-શાસ્ત્રનો અભ્યાસ કરવો ને રુચિ પોતા તરફ રાખવી. શાસ્ત્ર-અભ્યાસમાં પોતે સર્વસ્વ ન માને, કરવાનું કાંઈક બીજું અંતરમાં રહી જાય છે. અર્થાત્ શાસ્ત્રના અભ્યાસ પૂરતો આ માર્ગ નથી, માર્ગ અંતરમાં છે, એવી શ્રદ્ધા બરાબર રાખે. ન થાય ત્યાં સુધી અધ્યાત્મશાસ્ત્રનો અભ્યાસ કરે, પણ રુચિ અંતરમાં રાખે. કરવાનું અંત૨માં છે એવી શ્રદ્ધા બરાબર રાખે. ૫૨૩.
પ્રશ્ન:- અજ્ઞાનીએ (જિજ્ઞાસુએ ) જ્ઞેયને જાણતી વખતે શૈય તે હું નહીં પણ હું જ્ઞાયક છું, હું જાણનાર છું એમ વારે ઘડીએ તે તરફ વલણ કરવું બરાબર છે? સમાધાન:- જ્ઞેય સાથે એકત્વબુદ્ધિ નહિ કરતાં, જ્ઞેય હું નથી પણ હું જ્ઞાયક છું, એમ વારંવાર જ્ઞાયકને ઓળખવાનો પ્રયત્ન કરવાનો છે. જ્ઞાયક છું, જાણનાર છું તેમ આવે તે ઠીક છે, પણ અંતરમાંથી ઓળખીને હું જ્ઞાયક છું એવી જેની પરિણતિ પ્રગટ થાય તે યથાર્થ છે. ક્ષણે ક્ષણે જે જે શૈયો જણાય છે, અંદ૨માં જે વિભાવ પરિણતિ થઈ રહી છે અર્થાત્ વિભાવના જે જે ભાવો આવે છે તે કાળે Please inform us of any errors on Rajesh@Atma Dharma.com