________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮]
[સ્વાનુભૂતિદર્શન સમાધાન- કયાંક પોતે ને પોતે રોકાઈ જાય છે, કોઈ તેને રોકતું નથી. ઉત્પાદવ્યય-ધ્રુવને યથાર્થ સમજે અને વાસ્તવિક રીતે કર્તાબુદ્ધિ છોડીને જ્ઞાયક થઈ જાય તો કરવાપણું કાંઈ રહેતું નથી. હું પરપદાર્થનું કરી શકું, વિકલ્પનો હું કર્તા છું અથવા રાગનો હું કર્તા છું તે બધું વાસ્તવિક રીતે છૂટી જાય અને જ્ઞાયકની પરિણતિ થઈ જાય, તો કાંઈ કરવાનું રહેતું નથી. પોતે સહજ જ્ઞાતા થઈ જાય, સહજ જે ઉત્પાદ-વ્યય-ધ્રુવસ્વરૂપ વસ્તુ છે તે રૂપે જ્ઞાન પરિણમી જાય એટલે કે પોતે જે ત્રિકાળી સ્વરૂપે છે તેમાં દષ્ટિ થંભાવીને જ્ઞાન કરે, લીનતા કરે તો કાંઈ કરવાનું રહેતું નથી ને પોતે જ્ઞાયક થઈ જાય, પણ જ્ઞાયક થતો જ નથી અને કર્તુત્વબુદ્ધિ ઊભી રહે છે કે હું કાંઈક કરું, કોઈ કહે, બહારનું કરું, આમ કરું, તેમ કરું પણ તે કર્તુત્વબુદ્ધિ કરે છે, બહારનું કાંઈ કરી શકતો નથી. ઉત્પાદ-વ્યય-ધ્રુવ સહજ સ્વભાવ છે તે રૂપે જ્ઞાન થઈ જાય તો કાંઈ કરવાનું રહેતું નથી.
પોતે નિષ્કર્મ નિવૃત્તિરૂપે પરિણતિ કરવી. સ્વભાવરૂપે પરિણમી જવું, થતું નથી તે પોતાની રુચિની ખામી છે. પોતાને બહારની પ્રવૃત્તિ રુચે છે. નિવૃત્ત સ્વરૂપ આત્મા છે તેમાં જ શાંતિ અને આનંદ ભર્યા છે, પરંતુ તે જાતની પોતાની રુચિ નથી એટલે બહારનું કાંઈ કરું એવી તેની પરિણતિ થયા કરે છે. ૫૧૬. પ્રશ્ન- શું રુચિ જ નથી ? સમાધાનઃ- હું નિવૃત્ત સ્વરૂપ જ છું અને પર્યાયમાં નિવૃત્તરૂપ પરિણમી જઉં, તેવી અંતરમાં સચિની જો ઉગ્રતા હોય તો પુરુષાર્થ થયા વગર રહે જ નહિ. જેને કયાંય ચેન પડે નહિ, વિકલ્પભાવમાં એક ક્ષણમાત્ર ટકે નહિ, તો તે વિકલ્પ છૂટી જ જાય. પોતે વિકલ્પમાં અટકયો છે તે એમ બતાવે છે કે પુરુષાર્થની મંદતા છે, તેથી ત્યાં ટકી રહ્યો છે. પ૧૭. પ્રશ્ન- જે ટકી રહ્યો છે તેને રુચિની જાતમાં ખામી છે કે રુચિની માત્રામાં ખામી છે?
સમાધાનઃ- પોતાનું પોતે સમજી લેવું, જાતમાં ખામી છે કે માત્રામાં તે પોતાનું હૃદય સમજી લે. હું ચૈતન્યસ્વરૂપ છું તે એક જ મારે જોઈએ છે, છતાં હું બહારમાં જાઉં છું તે મારી રુચિની જાતમાં ખામી છે. પૂજ્ય ગુરુદેવ ચોખ્ખો માર્ગ બતાવે અને સચિની જાતમાં ખામી રહે, તો પોતાની ખામી છે. પૂજ્ય ગુરુદેવે આવો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com