________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
૨૯૬ ]
[ સ્વાનુભૂતિદર્શન કરી શકે છે અને ત્યારે આગળ જઈ શકે છે. જો નિર્ણય ન કરી શકતો હોય તો આગળ જઈ શકાય નહિ. પહેલેથી બધું અનુભૂતિમાં આવતું નથી, પણ અમુક જાતના પોતાના વેદનમાંથી અનુમાન કરી શકે છે કે આ જાણનાર તે હું. ૫૧૩.
પ્રશ્ન:- જૈન દર્શનની દૃષ્ટિ ને જ્ઞાનની આવી અટપટી વાત સમજાતી નથી. ઘડીક આમ કહો અને ઘડીક આમ કહો ?
સમાધાનઃ- બંનેને સંબંધ છે, દષ્ટિ અને જ્ઞાનની મૈત્રી છે. વસ્તુનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાયરૂપે છે. દ્રવ્યદષ્ટિ છે. અખંડ દ્રવ્યને ગ્રહણ કરે છે, જ્ઞાન બંનેનું હોય છે, તેથી મૈત્રી છે. દ્રવ્યસ્વભાવથી વસ્તુ અભેદ છે અને ભેદ અપેક્ષાએ ગુણના ભેદ, પર્યાયના ભેદ છે, એટલે વસ્તુ અભેદ-ભેદ બેય છે. તેથી દરેક જગ્યાએ જ્ઞાન અને દષ્ટિ બંનેની મૈત્રી હોય જ છે. જેમ જ્ઞાનનય અને ક્રિયાનય સાથે છે, તેમ દૃષ્ટિ અને જ્ઞાન સાથે હોય છે. વસ્તુ અનાદિ-અનંત છે, તેમાં અનંત ગુણો નથી એમ નથી. વસ્તુ સ્વભાવથી અભેદ છે, છતાં તેમાં લક્ષણભેદે ગુણ નથી ? તેમાં પર્યાયો શું નથી ? બધી અપેક્ષાએ વસ્તુ કૂટસ્થ છે એમ નથી. તેમાં ગુણ-પર્યાયો નથી અને એક અખંડ દ્રવ્ય જ છે એમ નથી. એક અભેદ વસ્તુ અંદરમાં અનેકાન્તમય મૂર્તિ છે. તેથી બે અપેક્ષાઓ એક દ્રવ્યમાં હોય છે અને તેથી તેની સાધનામાં પણ બે અપેક્ષા પડે છે. વસ્તુસ્વરૂપ જ અનેકાન્તમય મૂર્તિ છે. ૫૧૪. પ્રશ્ન:- દેવ-શાસ્ત્ર-ગુરુનો અપેક્ષિત આનંદ તો આવે છે, પણ અંતરથી અતીન્દ્રિય આનંદ આવતો નથી. નિર્વિકલ્પદશામાં જેવો આનંદ આવે એવો આનંદ કેમ આવતો નથી ? તો કયાં અટકયા છીએ ? શું ખામી છે?
સમાધાનઃ- પોતાના પુરુષાર્થની મંદતા છે. અંતરમાંથી અનુપમ આનંદ જે આવવો જોઈએ તે વિકલ્પથી છૂટીને નિર્વિકલ્પ થાય ત્યારે આવે છે. તે આનંદ કોઈ વિકલ્પ સહિત દશામાં આવતો નથી. આ જે વિકલ્પમાં આનંદ આવે છે, તથા જે દેવશાસ્ત્ર-ગુરુની મહિમા આવે છે, તે શુભભાવનો આનંદ છે. પણ જે વિકલ્પ છૂટીને આનંદ આવે તે નિર્વિકલ્પ અનુપમ આનંદ છે. વિકલ્પવાળી પર્યાયમાં તે આનંદ હોતો નથી. ચૈતન્યસ્વભાવ છે તેમાં પરિણમીને જે આનંદ આવે તે આનંદ કોઈ અનુપમ હોય છે. આનંદ નહિ પ્રગટ થવાનું કારણ પોતાના પુરુષાર્થની મંદતા છે. તેની પરિણતિ જે પર તરફ જાય છે તેને પોતે પાછી વાળતો નથી કારણ કે અનાદિનો અભ્યાસ છે, તેથી એમાં ને એમાં પરિણિત દોડી જાય છે. જે રોકાયો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com