________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા]
[ ૨૯૫ પ્રશ્ન- શું જ્ઞાન પરને જાણે છે ? સમાધાનઃ- જ્ઞાન બધું જાણે. પરને પર-રૂપે જાણે ને સ્વને સ્વ-રૂપે જાણે. દ્રવ્યગુણ-પર્યાય બધું જાણે. બીજાં અનંતા દ્રવ્યો, ગયો કાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળ બધું એક સમયમાં જાણવાની તેનામાં શક્તિ છે. પણ તે વીતરાગ થાય ત્યારે બધું જણાય. અજ્ઞાની વર્તમાનમાં રાગ-દ્વેષમાં રોકાયેલો છે એટલે તેને જાણવાનું રોકાયેલું છે. એક શેયમાં રોકાયેલો છે તેથી એકને જાણે ને બીજું ભૂલે. તે રાગમિશ્રિત જાણે છે અર્થાત્ જ્યાં જાણે છે ત્યાં રાગ-દ્વેષ કરે છે. રાગ-દ્વેષને લઈને ય તે હું, હું તે જ્ઞય એમ શેયમાં ભેગો ભળી જાય છે, જુદો રહેતો નથી, એટલે તેનું પૂરું જાણવાનું રોકાઈ ગયું છે. પૂરેપૂરો વીતરાગ થાય તો પૂરેપૂરું જાણે. તેનો સ્વભાવ એવો છે કે નિગોદમાં ગયો ત્યારે જાણવાની શક્તિ ઘણી ઘટી ગઈ તો પણ તેનો જાણવાનો સ્વભાવ નાશ પામતો નથી, થોડું જાણવાનું તો ઊભું રહે છે.
જ્ઞાન કોઈના આશ્રય વગર એક સમયની અંદર બધું જાણે તેવો તેનો સ્વભાવ છે. કાનથી સાંભળે અને આંખથી દેખે એમ નહિ, આત્મામાંથી જાણે તેવો તેનો સ્વભાવ છે. જો તે પરને ન જાણે અને પોતાને જ જાણે તો તેનો સ્વભાવ સંકુચિત થઈ જાય. પોતાને અને પરને બધાને જ્ઞાન જાણે છે. પરને જાણે તે જુદો રહીને જાણે છે, ભેગો થતો નથી. પ૧ર. પ્રશ્ન- પોતે જ્ઞાયક છે એમ મુમુક્ષુ અનુમાનથી કે તર્કથી યથાર્થ રીતે નક્કી કરી શકે ?
સમાધાન- સમ્યજ્ઞાન પ્રગટ થયા પહેલાં મુમુક્ષુ, “હું જ્ઞાયક છું' એમ નક્કી ન કરી શકે એવું નથી; અજ્ઞાનદશામાં રાગ-દ્વેષ-બ્રાન્તિમાં પડ્યો છે ત્યારે પણ પોતે નક્કી કરી શકે છે કે આ સ્વભાવ તે હું, આ વિભાવ મારો સ્વભાવ નથી. મારો જ્ઞાનસ્વભાવ છે. જો અનુભૂતિ પહેલાં નક્કી ન થઈ શકતું હોય તો આગળ જઈ શકે જ નહિ. પોતે સ્વભાવને ઓળખીને અંતરમાંથી નક્કી કરી શકે છે,-નિર્ણય કરી શકે છે અને તે નિર્ણયના બળે આગળ જઈ શકે છે. જેને અંતરમાં વિભાવનું દુઃખ લાગ્યું છે તે પોતે અંદરથી નક્કી કરે છે કે સાચું સ્વરૂપ શું છે? સાચી શાંતિ કયાં છે? એ નક્કી કરવા માટે નિર્ણય જ કામ આવે છે, પછી સ્વાનુભૂતિ થાય છે. પૂર્ણ શક્તિનો વિશ્વાસ, મારો સ્વભાવ રાગથી જુદો છે, આ રાગ હું નથી, અંદર એક તત્ત્વ છે તે શાશ્વત છે, તે બધું જિજ્ઞાસાની ભૂમિકામાં નિર્ણય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com