________________
Version 001: remember to check http://www.Atma Dharma.com for updates
બહેનશ્રીની તત્ત્વચર્ચા ]
[ ૨૯૩
પ્રશ્ન:- તત્ત્વસંબંધી વિચારોમાંથી અમુક વિચારો બાદ કરી નાખવા ?
સમાધાનઃ- બાદ નહીં કરવાના, જાણવા માટે વિચારો હોય છે. જ્ઞાન કરવું તે નુકસાનરૂપ નથી, પણ ધ્યેય એક જ્ઞાયકનું હોવું જોઈએ. ૧૧ અંગનું જ્ઞાન થયું પણ એક આત્માને જાણ્યો નહિ તો તે જ્ઞાન શું કામનું? આત્માને ઓળખવાનું ધ્યેય ન રાખ્યું તો તે જ્ઞાન લાભરૂપ થતું નથી. જ્ઞાન થાય તે નુકસાનરૂપ નથી, કેમ કે જ્ઞાન તો તેને મદદરૂપ થાય છે, વિશેષ સ્પષ્ટતાનું કારણ થાય છે. પરંતુ સાથે આત્માનું ધ્યેય હોવું જોઈએ. ઝાઝું ન જાણે અને પ્રયોજનભૂત જાણે તો પણ મુક્તિનો માર્ગ પ્રગટ થાય છે. હું જ્ઞાયક છું, વિભાવ મારો સ્વભાવ નથી એમ ભેદજ્ઞાન કરી સ્વભાવનો જો પુરુષાર્થ કરે તો તેમાં વિશેષ જાણવાની જરૂર હોતી નથી; છતાં ઝાઝું જાણવું તે નુકસાનનું કારણ નથી, લાભનું કારણ થાય છે, જ્ઞાનની નિર્મલતાનું કારણ થાય છે. ૫૦૭.
પ્રશ્ન:- જ્ઞાન સાથે રાગ છે તે બોજો છે ?
સમાધાનઃ- હા, રાગ બોજો છે. એક શૈયથી બીજા જ્ઞેય તરફ ઉપયોગ પલટાય તેમાં રાગ સાથે આવે છે, તે રાગ ઉપાધિરૂપ છે. જ્ઞાન બોજારૂપ નથી. રાગ વચ્ચે આવ્યા વગર રહેતો નથી, સ્વરૂપમાં ઠરે ત્યારે વિકલ્પ છૂટી જાય છે ને મતિ-શ્રુતજ્ઞાન રહે છે.
પહેલાં જ્ઞાનસ્વભાવનો નિર્ણય કરીને-હું જ્ઞાયક છું તેમ નિર્ણય કરીને મતિ-શ્રુતનો ઉપયોગ બહાર જાય છે તેને સ્વરૂપમાં લીન કરીને નિર્વિકલ્પ થતાં વિકલ્પ હતો તે છૂટી જાય છે અને સ્વરૂપમાં ઠરી જાય છે. શ્રુતજ્ઞાનની ઉપાધિરૂપ સાથે જે રાગ હતો તે છૂટી જાય છે, ત્યારે અંતરમાં શાંતિ અને આનંદનું વેદન થાય છે. કોઈ અપૂર્વ આનંદ થાય છે. ૫૦૮.
પ્રશ્ન:- નિર્વિકલ્પ થાય એટલે પરિણતિનું જોર વધતું હશે ?
સમાધાનઃ- અંતરમાં સ્વરૂપની ધારામાં લીનતા વધી જાય છે એટલે નિર્વિકલ્પ થાય છે-જે સ્વરૂપાચરણ ચારિત્ર અમુક અંશે પ્રગટ થયું છે, તેમાં અંત૨ તરફની લીનતાનું જોર વધી જાય છે એટલે ઉપયોગ અંત૨ તરફ આવે છે, બહાર જતો ઉપયોગ સ્વરૂપમાં ઠરી જાય છે. શ્રદ્ધા-જ્ઞાનનું તો જોર છે, પણ લીનતાનું બળ વધી જાય છે એટલે ઉપયોગ અંદર જાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com