________________
[ ૨૯૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates બહેનશ્રીની તત્ત્વચર્ચા ] ઉપદેશ આપ્યો અને જેણે યથાર્થ મુમુક્ષુ થઈને સાંભળ્યું હોય તેની રુચિમાં ખામી રહે તે કેમ બને? પણ પોતાને ચિની માત્રામાં, દઢતામાં, એમ અનેક પ્રકારે ખામી છે, તેથી બહારમાં ટકી રહે છે. પ૧૮. પ્રશ્ન:- આત્માની સન્મુખ થયો એમ કહેવાય, તો સન્મુખ થવું અને પ્રતીતિ થવી
આ બેમાં શું ફેર છે? સમાધાન:- પ્રતીતિ એટલે યથાર્થ પ્રતીતિ. જે સહજ ભેદજ્ઞાનની ધારા પ્રગટી તેને પ્રતીતિ કહે છે. “સન્મુખ થયો' તેમાં અમુક જાતની રુચિ છે, તેને યથાર્થ પ્રતીતિ હજી નથી થઈ પણ આત્માની સન્મુખ થયો છે. સન્મુખ એટલે? કે આત્મા તરફ તેની પરિણતિ વળે છે કે, આ જ મારે જોઈએ છે, તે આત્માની નજીક આવી ગયો છે. મને વિભાવ ચતો નથી, સહજ જ્ઞાયકતા રચે છે એમ અંતરમાંથી જ્ઞાયક તરફ તેની વારંવાર ગતિ જાય છે. હજી યથાર્થ નથી થયું તે સન્મુખતા છે. જ્યારે સમ્યગ્દર્શન પ્રગટ થાય ત્યારે જ એને યથાર્થ પ્રતીતિ થાય છે.
યથાર્થ વિશેષણ સમ્યગ્દર્શનમાં લાગુ પડે. ત્યાર પહેલાં તેની રુચિ અને જિજ્ઞાસા તે તરફની છે. જે કાર્ય આવે તો તે કારણરૂપે કહેવાય. પ૧૯. પ્રશ્ન:- સન્મુખતા એટલે તેને ખ્યાલમાં આવ્યું છે કે આ જ્ઞાયક અને તેની સન્મુખ છું? સમાધાન - તેને અમુક પ્રકારે ખ્યાલમાં આવ્યું છે. વાસ્તવિક તો જ્યારે યથાર્થ થાય ત્યારે ખ્યાલમાં આવ્યું કહેવાય. ત્યાર પહેલાનું છે તે બધું તેની યોગ્યતાવાળું કહેવાય. પછી તેમાં નજીક કેટલું અને દૂર કેટલું તે પોતે સમજી લેવાનું. પ૨૦. પ્રશ્ન:- રાગને જુદો પાડવો અને સ્વ તરફ વળવું તે બે કાર્ય છદ્મસ્થને એકીસાથે બની શકે ? સમાઘાન- ઉપયોગ રાગથી છૂટો પડી જાય અને પોતે સ્વ તરફ વળે તે બધું એકસાથે થઈ શકે છે. ઉપયોગ ઉપયોગમાં છે, રાગ રાગમાં છે.–બેય જુદા છે એમ ભેદજ્ઞાન એકસાથે થઈ શકે છે. આ મારામાં નથી અને આ હું છું તેમ બંને અસ્તિ-નાસ્તિ સાથે જ થાય છે. દ્રવ્યને વિકલ્પથી નહિ, પણ સ્વયં પોતાની પરિણતિથી ગ્રહણ કરે કે “આ હું છું, એટલે “આ હું નથી” તેમ સાથે આવી જાય છે. આ જુદું અને આ હું તેમ તેને ક્રમ નથી પડતો. અતિ અને નાસ્તિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com